Site icon Revoi.in

શામળાજી- હિંમતનગર હાઈવે પર નવ નિર્મિત ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઊંડા ખાડાં પડ્યાં

Social Share

હિંમતનગરઃ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને પહોળો બનાવીને સિક્સ લેનમાં રૂપાંતર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હાઈવેના નિર્માણ કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. દરમિયાન ઓવરબ્રિજ અને હાઈવેનુ કાર્ય નબળી ગુણવત્તાનુ કરવાને ફરિયાદો ઊઠી છે. સામાન્ય વરસાદમાં હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. અનેક જ્યાએ લાંબા અને ઊંડા ખાડાઓ પડવાને લઈ વાહન ચાલકો પરેશાન બન્યા છે. હાઈવેની વર્તમાન સ્થિતિને લઈ લોકો પરેશાન બન્યા છે.

શામળાજી-હિંમતનગર નેશનલ સિક્સ લાઈન હાઈવે કરતા જૂનો ફોર લાઈન નેશનલ હાઈવે વધુ સલામત હતો એવો સ્થાનિકોને અહેસાસ થઈ રહ્યો છે. હિંમતનગરથી ચિલોડા અને હિંમતનગરથી શામળાજી એમ બંને ખંડમાં આવેલા ઓવરબ્રિજની હાલત અત્યંત ભંગાર હોવાનુ જોવા મળી રહી છે. બ્રિજ પર એક એક ફુટના ઊંડા ખાડાથી વાહનચાલકો પરેશાન બની રહ્યા છે. ઓવરબ્રિજ અને હાઈવેનુ કાર્ય નબળી ગુણવત્તાનુ કરવાને લઈ ઠેર ઠેર નવા રોડ પર ખાડા પડ્યા છે. અનેક જ્યાએ લાંબા અને ઊંડા ખાડાઓ પડવાને લઈ વાહન ચાલકો પરેશાન બન્યા છે. હાઈવેની વર્તમાન સ્થિતિને લઈ લોકો પરેશાન બન્યા છે. હિંમતનગરથી ચિલોડા અને હિંમતનગરથી શામળાજી એમ બંને ખંડમાં આવેલા ઓવરબ્રિજની હાલત અત્યંત ભંગાર હોવાનુ જોવા મળી રહ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે પર નવા જ બનાવેલા બ્રિજ પર આ પ્રકારે ઊંડા અને મોટા ખાડા પડ્યા છે. પ્રાંતિજના જેસીંગપુરા, પિલુદ્રા બાગ, દલપુર, હાજીપુર, સાબરડેરી ઉપરાંત હિંમતનગરથી શામળાજી વચ્ચે આગીયોલ, કરણપુર, ગાંભોઈ, રાયગઢ સહિતના ઓવરબ્રિજ પર ખાડા પડ્યા છે. સ્થાનિક લોકોએ આ માટે રજૂઆતો કરી છે. સાસંદ દ્વારા રુબરુ અને લેખિત પણ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. હવે સ્થાનિક લોકો હાઈવે પર ધરણા ધરવાની તૈયારીઓ કરી ચૂક્યા છે.