Site icon Revoi.in

એરપોર્ટ ઉપર સલમાન ખાનને રોકનારા ASI સામે કોઈ કાર્યવાહી નથી કરાઈઃ CISF

Social Share

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મુંબઈ એરપોર્ટના સીઆઈએસએફના એક અધિકારીએ તેમને સિક્યોરિટીને લગતા નિયમો પૂર્યા બાદ જવા દીધા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અધિકારીના વખાણ કરી રહ્યાં છે. દરમિયાન આ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનું CISF ના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

CISF ના ડીઆઈજી અનિલ પાંડેએ જણાવ્યું હતું કે, એએસઆઈ સોમનાથ મોહંતીને બસ પોતાનું કામ કર્યું છે અને પ્રોટોકોલનું પાલન કર્યું છે. તેમણે અલગ કંઈ નથી કર્યું. કોઈએ એરપોર્ટ ઉપર સલમાન ખાનનો વીડિયો શૂટ કરીને એવી અફવા ફેલાવી કે સીઆઈએસએફના જવાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેથી અમારે ટ્વીટ કરીને ખુલાસો કરવો પડ્યો છે. આ એએસઆઈ સોમનાથ મોહંતી હતા જેઓ ફરજ પર હતા. એરપોર્ટ પર સુરક્ષા પ્રોટોકોલ અનુસાર તેમને સુરક્ષા ક્લિયરન્સ લેવા કહેવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાંથી દરેક પ્રવાસીને નીકળવું પડે છે.

અધિકારીનું સન્માન કરવા મુદ્દે તેમણે કહ્યું હતું કે, ફરજ પર તૈનાત એએસઆઈને પુરસ્કૃત કરવામાં આવ્યાં છે પરંતુ સલમાનખાનને રોકવાના મુદ્દે નહીં પરંતુ આંતરિક મુલ્યાંકન માટે તેમના સારા પ્રદર્શન માટે, મોહંતીએ જે કર્યું એક નિયમિત તપાસ પ્રક્રિયા હતી અને આ કોઈ અસાધારણ નથી. માત્ર મુંબઈ જ નહીં દેશના તમામ એરપોર્ટ ઉપર સીઆઈએસએફના જવાનો મહાનુભાવોને એરપોર્ટ ચેક-ઈનની પ્રક્રિયાનું પાલન કરાવે છે. જે અન્ય પ્રવાસીઓ માટે પણ હોય છે.