Site icon Revoi.in

ચીન બોર્ડર પર દેખાયો સેના-વાયુસેનાનો દમ, જમીનથી આકાશ સુધી કર્યો યુદ્ધાભ્યાસ

Social Share

ભારતીય સેનાના જવાનોએ 17 સપ્ટેમ્બરે ઈસ્ટર્ન લડાખ વિસ્તારમાં મોટો યુદ્ધાભ્યાસ કર્યો છે. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેના,ભારતીય સેનાની ઘણી ટુકડીઓના જવાનો સામેલ થયા છે. ચીનની નજીકના લડાખના આ વિસ્તારની સાથે ભારતીય સેનાના જવાનોની આ કવાયતનું રણનીતિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે.

આવું પહેલીવાર થયું છે કે જ્યારે ભારતીય સેનાના જવાનોએ આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની કવાયત કરી છે. નોર્ધન કમાન્ડના લેફ્ટિનેન્ટ જનરલ રણવીરસિંહે પણ આ યુદ્ધાભ્યાસનું નિરીક્ષણ કર્યું હતું.

ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વાયુસેનાના જવાન આકાશમાંથી છલાંગ લગાવી રહ્યા છે, તો તેમની સાથે ભૂમિસેનાના જવાન ટેન્ક દ્વારા યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ચીની સેના સતત આ હિસ્સામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે, ઘણીવાર અહીં બંને સેનાના જવાનોનો આમનો-સામનો પણ થઈ રહ્યો છે. તેવામાં ભારતીય સેનાના જવાનોની સૈન્ય કવાયત ચીનને પણ આકરો સંદેશ આપે છે. આ યુદ્ધાભ્યાસ દરમિયાન ભારતીય સેનાના જવાનોએ આધુનિક તકનીકના હથિયારો અને સામગ્રીનો ઉપયોગ કર્યો છે.