Site icon Revoi.in

આજથી ચારધામ યાત્રા શરુ, ગંગોત્રી-યમુનોત્રી ધામના આજે કપાટ ખુલશે

Social Share

દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું  છે,મોચાભાગની તૈયારીઓ હવે પૂર્મ થી ચૂકી છે અને ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેન પણ શરુ થી ગયું છે ત્યારે  ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો  આજે દિવસ આવી ગયો છે.

 ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ગંગોત્રી પોર્ટલ ખોલવાની તારીખ અને સમય નક્કી કરાઈ હતી તે પ્રમાણે હવે આજરોજ કપાટ ખોલવામાં આવશે. ગંગોત્રી ધામના પોર્ટલ 22મી એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવશે. આ વખતે ચારધામ યાત્રા 22મી એપ્રિલથી શરૂ થનાર છે ત્યારે ચાર ધામ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

અક્ષય તૃતીયાના અવસર પર, શનિવાર, 22 એપ્રિલના રોજ, ગંગોત્રી-યમુનોત્રીના પોર્ટલ ભક્તો માટે ઉનાળાની ઋતુમાં મુલાકાત લેવા માટે ખોલવામાં આવશે. ગંગોત્રીના દરવાજા બપોરે 12:13 વાગ્યે ખુલશે અને યમુનોત્રીના દરવાજા 12:41 વાગ્યે ખુલશે. ગંગોત્રીના દરવાજા ખોલવાની પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ હતી. આ અંતર્ગત શુક્રવારે મુખબાથી મા ગંગા કી ડોળી આર્મી બેન્ડની ધૂન સાથે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી. માતા ગંગાની વિદાય વખતે મુળબા ગામના ગ્રામજનો ભાવુક બની ગયા હતા.

આ સાથે જ બીજી તરફ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી માતા યમુનાના ઘર ખરશાલીગાંવ પહોંચ્યા હતા. મા યમુના મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ યમુનાની ડોળી યમુનોત્રી ધામ જવા રવાના થશે.

અત્યારથી જ  દેશ અને દુનિયામાંથી આવતા યાત્રિકોની યાત્રાને સરળ બનાવવા સરકાર તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે. સરકારને આશા છે કે ચારધામ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા નવો રેકોર્ડ બનાવશે. આ માટે પર્યટન વિભાગ પ્રસાદ યોજના હેઠળ મંદિરમાં હાઈ-એન્ડ કેમેરા લગાવવા જઈ રહ્યું છે, જેથી ચાર ધામ યાત્રા દરમિયાન ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની વેબસાઈટ પર દરરોજ આરતીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.