Site icon Revoi.in

વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરાઈ, જાણો કોને મળ્યું સ્થાન કોણ થયું બહાર

Social Share

દિલ્હીઃ-  વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.ભારતે વર્લ્ડ કપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયામાં અનુભવી ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ સહીત હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પણ ટીમનો ભાગ બન્યા છે. વિરાટ કોહલી, શુભમન ગિલ અને સૂર્યકુમારને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તક મળી છે. શાર્દુલ ઠાકુર પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ રમાશે. બીસીસીઆઈ એ ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટાઈટલ જીતવા જશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2011 પછી ટીમ વર્લ્ડ કપ ટ્રોફીની રાહ જોઈ રહી છે. 15 સભ્યોની ટીમની વાત કરીએ તો 6 ખેલાડીઓ એવા છે જે પહેલીવાર ODI વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. તેમાં શુભમન ગિલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે.

આ સહીત અક્ષર પટેલ પ્રથમ વખત વર્લ્ડ કપની મેચ રમી શકે છે. તે 2015માં પ્રવેશેલી ટીમનો પણ ભાગ હતો, પરંતુ તેને કોઈ મેચમાં તક મળી ન હતી. 4 ખેલાડીઓ વર્લ્ડ કપમાં 3 કે તેથી વધુ વખત રમતા જોવા મળશે. આ સાથે જ વર્લ્ડ કપમાં બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને ટીમમાં જગ્યા મળી છે. હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આ સાથે જ વિરાટ કોહલીનો આ ચોથો વર્લ્ડ કપ હશે. વર્લ્ડ કપની વાત કરીએ તો તે ટીમ ઈન્ડિયાનો સૌથી અનુભવી ખેલાડી છે. તે 2011, 2015 અને 2019નો વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે. ભારતીય ટીમે છેલ્લી વખત 2011માં એમએસ ધોનીની કપ્તાનીમાં વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો.

આ સિવાય રોહિત શર્મા, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે આ ત્રીજો વર્લ્ડ કપ હશે. ત્રણેય ખેલાડીઓ 2015 અને 2019ના વર્લ્ડ કપમાં જોવા મળ્યા છે. જોકે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને વર્લ્ડ કપ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં તક મળી નથી.