Site icon Revoi.in

ઓડિશાઃ ભારે વરસાદની આગાહીને લઈને 12 જીલ્લાઓમાં રેડ એલર્ટ જારી, શાળાઓ પણ બે દિવસ બંધ રહેશે

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક વાર ચોમાસું સક્રિય બન્યપં છે, દેશના કેટલાક રાજ્યોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક રાજ્યોમાં વરસાદના કારણે જળાશળો ઓવર ફ્લો થવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ઓડિશા રાજ્યમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે .

રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓને પગલે આગામી બે દિવસ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંગાળની ખાડી ઉપરનું લો પ્રેશર ક્ષેત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે જેને લઈને આગામી 24 કલાક માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

રાજ્યના શાળા અને સામૂહિક શિક્ષણ મંત્રી સમીર રંજન દાસે પુરી, ખુરદા, કટક, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ઢેંકનાલ, નયાગઢ, સંબલપુર, દેવગઢ, અંગુલ, સોનપુર અને બારગઢમાં તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.જેથી કપરીને વિદ્યાર્થીઓ વરસાદમાં હાલાકીનો સામનો ન કરવો પડે.

રાજ્યના વિશેષ રાહત કમિશનર અને શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગ વચ્ચેની બેઠક બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. મીડિયા સાથે વાતચીત કરતાં કેન્દ્રપરા જિલ્લા મેજિસ્ટ્રેટ અમૃત રૂતુરાજે જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે.મૃતકો પૈકી એકની ઓળખ અભય મહાપાત્રા તરીકે થઈ છે,આ સાથે રેડ ક્રોસ સંસ્થા દ્વારા મૃતકના પરિવારને 10 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.