Site icon Revoi.in

ભાઈબીજના દિવસે રાજકોટમાં 22 હજારથી વધુ મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી

Social Share

રાજકોટમાં તા. 06-11-2021 શનિવારના રોજ “ભાઇબીજ” નિમિત્તે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ભાઇબીજ” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવા નક્કી કરવામાં આવી હતી. આ અંતર્ગત “ભાઇબીજ” તા. 06-11-2021 શનિવારના રોજ સિટી બસમાં 15563 અને બી.આર.ટી.એસ.માં 7273 એમ કુલ મળીને 22836 મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી હતી.

જો કે ઉલ્લેખનીય છે કે હાલ બસ સેવાનો લાભ રોજ શહેરના 40000થી વધારે લોકો લઈ રહ્યા છે. રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલી છે.