Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં થયેલા બ્લાસ્ટમાં એકનું મોત,13 ઈજાગ્રસ્ત

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે.બ્લાસ્ટ બાદ સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર,આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 13 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે.

બનાવની જાણ થતા પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી..હાલ પોલીસ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે, આખરે આ કેવો બ્લાસ્ટ છે? આ બ્લાસ્ટની તપાસ પણ આતંકવાદી એંગલથી કરવામાં આવી રહી છે.

પીએમઓમાં મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે એક સંદેશમાં જણાવ્યું છે કે, ઉધમપુરના તહસીલદાર ઓફિસ પાસે ગલીમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકો ઘાયલ થયા છે.તેઓ આ બાબતે ડીસી ઈન્દુ ચિબના સંપર્કમાં છે. પોલીસ અને વહીવટીતંત્રને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.આ સિવાય તમામ ઈજાગ્રસ્તોને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.