Site icon Revoi.in

ઈઝરાયલને એક ભૂલ પડી ભારે, હવે અમેરિકાથી બ્રિટન સુધી વિરોધ-મચી બબાલ

Social Share

વોશિંગ્ટન: ઈઝરાયલ તરફથી ગાઝાપટ્ટી અને વેસ્ટ બેંક પર સતત હુમલા ચાલુ છે. પેલેસ્ટાઈન પર આ હુમલા બાદ પણ ઈઝરાયલનને અમેરિકા, બ્રિટન જેવા પશ્ચિમી દેશોનું સમર્થન હતું. પરંતુ ગત કેટલાક દિવસો તેની એક ભૂલે ઈઝરાયલને બેકફૂટ પર લાવી દીધું છે. આ સપ્તાહે ઈઝરાયલે ભૂલથી એક હુમલો સહાયતા કામગીરીમાં લાગેલી ટુકડી પર કર્યો હતો. તેમાં આઠ લોકોના મોત નીપજ્યા છે, જેમાં 3 બ્રિટિશ નાગરિક પણ સામેલ છે. તેને કારણે ઈઝરાયલની શામત આવી ગઈ છે અને અમેરિકાથી લઈને બ્રિટન સુધી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને તો સ્પષ્ટ કહ્યુ છે કે ગાઝાને લઈને અમારી પોલિસી હવે ઈઝરાયલ પર નિર્ભર કરશે. જો તે સામાન્ય નાગરિકો અને સહાયતા કાર્યમાં લાગેલા લોકો પર જ હુમલા કરે છે, તો પછી તેને બચાવવું મુશ્કેલ હશે. જૉ બાઈડને ગુરુવારે ખુદ ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી. તેમણે કહ્યુ છે કે તમને તાત્કાલિક જ સામાન્ય નાગરિકોને બચાવવા માટે પગલા ઉઠાવવા પડશે. તેના સિવાય રાહત અને સહાયતામાં લાગેલા લોકોને પણ બચાવવા પડસે. તેમના પર હુમલા સ્વીકારી શકાય તેમ નથી. બાઈડને નેતન્યાહૂને સલાહ આપી કે તેઓ તાત્કાલિક ડીલ કરે, જેથી શાંતિ થઈ શકે.

તેમણે કહ્યુ છે કે હમાસ સાથે તમે ડીલ કરી લો, જેથી બંધકોને પાછા લાવી શકાય. તેના સિવાય યુદ્ધને પણ વિરામ આપવાની જરૂરત છે. બાઈડનના વલણમાં આ પ્રકારે મોટું પરિવર્તન થયું છે, જ્યારે તેમણે આ પ્રકારે ઈઝરાયલનો ખુલ્લો વિરોધ કર્યો છે. તેના પહેલા સતત તે ઈઝરાયલનું સમર્થન કરતું રહ્યું હતું.

ગત વર્ષ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકાનું કહેવું હતું કે ઈઝરાયલનો અધિકાર છે કે તે પોતાની સુરક્ષા માટે પગલા ઉઠાવે. જો કે હવે બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા લોકો પર જ હુમલા થવાથી આખી તસવીર બદલાઈ ગઈ છે.

આ દરમિયાન બ્રિટનની સરકાર પર પણ દબાણ છે કે તે ઈઝરાયલની મદદ રોકે. બ્રિટનના 600 વકીલો અને રિટાયર્ડ જજોએ સરકારને અપીલ કરી છે કે તે ઈઝરાયલના હથિયારોની સપ્લાઈને રોકી દે. બચાવકર્મીઓ પર હુમલામાં આઠના મોત થયા છે, તેમાં ત્રણ બ્રિટિશર્સ પણ સામેલ છે. તેને કારણે ગુસ્સો ભડકયો છે. વકીલોનું કહેવું છે કે સતત હુમલાથી ગાઝામાં ભૂખમરાની સ્થિતિ છે. હવે તો બચાવકર્મી પણ નિશાન પર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ ઈઝરાયલના હથિયારોની સપ્લાઈ કરવી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.