Site icon Revoi.in

આઈઆઈએમ અમદાવાદ દ્વારા ભગવત્ ગીતા પર ઓનલાઈન સર્ટી. કોર્ષ શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ ભગવત ગીતા એ એવો ગ્રંથ છે, કે મુશ્કેલીના સમયમાં પણ ધૈર્ય કઈ રીતે રાખવું વગેરે પણ શીખવે છે. ભગવદ્દ ગીતા એ ફક્ત ધાર્મિક ગ્રંથ નહિ પણ તેને એક ઉચ્ચ મેનેજમેન્ટ ગુરુની શીખ પણ માનવામાં આવે છે. જીન્દગીમાં બનતી દરેક ઘટનામાં કેવા નિર્ણયો લેવા અને કેવી રીતે વર્તવું તેનો સમગ્ર ચિતાર ભગવદ્દ ગીતાના 18 અધ્યાયમાં છે. વિશ્વની અનેક નામી -અનામી સંસ્થાઓમાં ભગવદ્દ ગીતા ભણાવવામાં આવે છે અને તેને અનેક કેસ સ્ટડી સાથે જોડીને ઉમદા નિર્ણયો લેવાયા છે. ત્યારે આઈઆઈએસ અમદાવાદ દ્વારા પણ ભગવત ગીતા પર ઓનલાઈન સર્ટીફિકેટ કોર્ષ શરૂ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સ્થિત અને વિશ્વ ભરમાં ખ્યાતનામ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ( IIM ) અમદાવાદે ભગવદ્ ગીતા પર ઓનલાઈન મેનેજમેન્ટ સર્ટિફિકેટ કોર્સ શરુ કર્યો છે. જેમાં સ્ટુડન્ટને ભગવદ્દ ગીતાના મેનેજમેન્ટ રુલ ભણાવવામાં આવશે. શ્રી કૃષ્ણએ ભગવદ્દમાં અનેક મેનેજમેન્ટ પાઠ શીખવ્યા છે અને લાઈફ તેમજ બિઝનેસ મેનેજમેન્ટ માટે આ ધાર્મિક પુસ્તકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોર્સમાં 5 વર્ષથી વધુ અનુભવ ધરાવતા વર્કિંગ પ્રોફેશનલ્સ અને ભવિષ્યના બિઝનેસ લીડર એડમિશન લઈ શકશે. જેમાં 2 અઠવાડિયાના આ કોર્સ બાદ, સર્ટિફિકેટ આપવામાં આવશે. ભગવદ્દ ગીતામાં ડિસિઝન મેકિંગ, લીડરશીપ, નેગોશિયેશન સહિત અનેક ટેક્નિક સામેલ છે. જેમાં સ્ટુડન્ટને વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક ઉદાહરણોથી જોડીને ભણાવવામાં આવશે.  આ કોર્ષ ભણાવવા માટે નિષ્ણાંત પ્રાધ્યાપકોની સેવા લેવામાં આવશે. કોર્ષનું માળખું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.