Site icon Revoi.in

ગાંધીનગરમાં ક્લિનસ્વીપનો દાવો કરનારી ‘આપ’ પાર્ટીના જોલામાં માત્ર એક સીટ,લોકોએ સોશિયલ મીડિયા પર આપ પાર્ટીનો ઉડાવ્યો મજાક

Social Share

અમદાવાદ :ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ પહેલા આપ પાર્ટી દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો, આપ પાર્ટીના ગાંધીનગરના નેતા દ્વારા ક્લિન સ્વીપનો દાવો કરવામાં આવ્યો હતો. 1 ઓક્ટોબરના રોજ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એવું પણ લખવામાં આવ્યું હતું કે,ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેકને સાફ કરવા જઈ રહી છે.યુઝર્સને આ ટ્વીટને સાચવી રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હવે પરિણામ સામે આવ્યા બાદ લોકો આમ આદમી પાર્ટીને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.

ગાંધીનગર કોર્પોરેશની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવી દીધો છે, પરિણામમાં ભાજપે 44માંથી મહત્તમ 41 બેઠકો જીતી છે. કોંગ્રેસ બે સીટ અને આમ આદમી પાર્ટી માત્ર એક સીટ પર આવી ગઈ છે.

એક યુઝરે લખ્યું- ‘આ ગુજરાત છે, અહીંના લોકોના મનમાં હંમેશા વ્યાપાર રહે છે, આપણે બધા જાણીએ છીએ કે કંઈપણ મફતમાં ઉપલબ્ધ નથી. જે કોઈ અહીં મફતની વાત કરે છે તેના પર કોઈ વિશ્વાસ કરતું નથી.મફતખોટી મોંઘી પડે છે, આ બિઝનેસ માઇન્ડેડ લોકો ખૂબ સારી રીતે જાણે છે.

અન્ય એક યુઝરે તમામ પક્ષોની બેઠકો શેર કરી અને લખ્યું – “સ્વાદ આવી ગયો છે, આમ આદમી પાર્ટીની તમામ બેઠકો પર ડીપોઝીટ જપ્ત થઇ છે.”

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડના 44 ઉમેદવારોમાંથી એક માત્ર વોર્ડ-6માં AAP નો એક ઉમેદવાર જીત્યો છે. વોર્ડ-6માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખ 3974 મતે જીત્યા છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અને આમ આદમી પાર્ટીને માત્ર એક સીટ મળી છે..ત્યારે ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથેની વાતચીતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીની હારનો સ્વીકાર કર્યો.આપ નેતા ગોપાલ ઇટાલીયાએ નિવેદન આપ્યું છે કે “નાનકડી ચૂંટણીમાં CMને રોડ શો કરતા કર્યાનો અમને ગર્વ છે. વર્ષોથી રહેલા પીઢ નેતાઓને અમે હંફાવ્યા છે. આમ આદમી પાર્ટી પર ગાંધીનગરની 17 ટકા જનતાએ ભરોસો મુક્યો છે અને આ ચૂંટણીમાં અમે જીત કરતા વધુ અનુભવ મેળવ્યો છે.”