Site icon Revoi.in

અદાણી શાંતિગ્રામ ખાતે દુર્ગાપૂજા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

Social Share

અમદાવાદ : અમદાવાદ સ્થિત અદાણી શાંતિગ્રામ ખાતે નવરાત્રિના તહેવાર દરમિયાન વિશેષ દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિગ્રામ બંગાલી કલ્ચરલ એસોસિએશન(SBCA) દ્વારા દુર્ગાપૂજામાં 20-24 ઓક્ટોબર સુધી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજીત કરવામાં આવશે. જેમાં બંગાળના પરંપરાગત નૃત્યો અને પૂજન-અર્ચનથી બંગાળી સંસ્કૃતિને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.     

શોપર્સ પ્લાઝા ખાતે દુર્ગાપૂજા દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ રસપ્રદ સ્પર્ધાઓ આયોજીત થશે. પૂજા માટેના મુખ્ય પૂજારીઓ અને ઢાકીઓ પશ્ચિમ બંગાળથી ગુજરાત મંગાવવામાં આવી છે. 

આયોજન સમિતિના પ્રમુખ સરબાની બેનર્જીએ જણાવે છે કેઆ વર્ષે SBCAની આઠ મહિલાઓની ટીમે સાંસ્કૃતિક કાર્યક્રમોનું શેડ્યૂલ તૈયાર કર્યું છે. જેમાં સંગીત, નૃત્ય પ્રદર્શન, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ અને નાટક પણ રહેશે. પ્રાયોજીત કાર્યક્રમોનું રિહર્સલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમે ઉજવણીની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ

સમગ્ર ઇવેન્ટની સજાવટથી માંડીને ભોજન વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જવાબદારી મહિલા ટીમ સંભાળી રહી છે. પંડાલની નજીક ફૂડ અને બુક સ્ટોલ સહિત વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે.

20 અને 23 ઓક્ટોબર દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. 24 ઓક્ટોબરે સવારે સિંદૂર ખેલ અને ત્યાર બાદ વિસર્જન શોભાયાત્રા યોજાશે.

ખજાનચી સાસ્વતી ભટ્ટાચાર્યએ જણાવે છે કે દુર્ગાપૂજામાં ખાસ ગણાતી ઢાકીઓ પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવી છે. માતા દુર્ગાની મૂર્તિ બનાવનાર કારીગરો પણ બંગાળના છે.  

SBCA દ્વારા પ્રથમ દુર્ગોત્સવ 2021માં યોજવામાં આવ્યો હતો. જેમાં લગભગ 45 પરિવારોએ ભાગ લીધો હતો. 2022માં તે સંખ્યા વધીને લગભગ 60 થઈ હતી. આ વર્ષે 100 જેટલા પરિવારો દુર્ગાપૂજાના કાર્યક્રમમાં ભાગ લેશે.

આયોજક સમિતિના સચિવ મિથુ નાસ્કર જણાવે છે કે દર વર્ષે અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક દૂર્ગાપૂજા તહેવારની ઉજવણી કરીએ છીએ. જેમાં અબાળવૃદ્ધ સૌ ભાગ લે છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનારાઓ માટે ફૂડ પેકેટ ઉપરાંત ભોગ તૈયાર રહેશે.