Site icon Revoi.in

અમદાવાદમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા બે સ્થળો ઉપર વિજ્યાદશમી ઉત્સવનું આયોજન

Social Share

અમદાવાદઃ રાષ્ટ્ર  સેવિકા સમિતિ દ્વારા કર્ણાવતી મહાનગરમાં બે સ્થાનો પર દિનાંક 15-10-2023 રવિવારના રોજ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. સમાજની દરેક સ્ત્રી પોતાનામાં રહેલી શક્તિને ઓળખે અને આસપાસ રહેલી અસુરી શક્તિનો નાશ કરવા કટિબદ્ધ થાય તે હેતુથી વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવે છે. 1936 માં વિજયાદશમીના દિવસે જ રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના નાગપુર (વર્ધા) માં થઈ હતી.  

 

આ કાર્યક્રમોમાં સેવિકાઓ એ ઘોષ, નિયુધ  (કરાટે) ,યશટી, યોગાસનનું પ્રદર્શન કર્યું હતું.  દરેક બહેનો એ શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન કર્યું. નવરાત્રીના પ્રથમ નોરતે એક જ સમયે 2 સ્થાન ઉપર ઉત્સવ યોજાયો જેમાં કુલ 550 સેવિકા ઉપસ્થિત રહ્યા અને અન્ય શુભચિંતકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

નિકોલ રામાણી ગાર્ડનમાં યોજાયેલ પૂર્વ વિભાગના ઉત્સવમાં આરતીબેન ઠક્કરે( પ્રોફેસર) અને પશ્ચિમ વિભાગમાં જે.જી કેમ્પસ ખાતે યોજાયેલ ઉત્સવમાં કલ્પ્નાબેન ગોસ્વામી(બૌદ્ધિક પ્રમુખ) એ માર્ગદર્શન આપ્યું હતું