Site icon Revoi.in

22મી જુલાઈ 1947ના દિવસે આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતોઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને હર ઘર તિરંગા ચળવળને મજબૂત કરવા વિનંતી કરી હતી. મોદીએ આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારાઓની અદભૂત હિંમત અને પ્રયત્નોને પણ યાદ કર્યા. તેમણે આપણા ત્રિરંગા સાથે સંકળાયેલી સમિતિની વિગતો અને પંડિત નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલા પ્રથમ ત્રિરંગા સહિત ઇતિહાસમાંથી કેટલીક રસપ્રદ બાબતો પણ શેર કરી હતી. તેમણે કહ્યું કે 22મી જુલાઈનું આપણા ઈતિહાસમાં વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે 1947માં આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “આ વર્ષે, જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે ચાલો હર ઘર તિરંગા ચળવળને મજબૂત કરીએ. 13 અને 15 ઓગસ્ટની વચ્ચે તમારા ઘરોમાં ત્રિરંગો લહેરાવો અથવા તેને પ્રદર્શિત કરો. આ ચળવળ રાષ્ટ્રધ્વજ સાથે આપણું જોડાણ વધુ ગાઢ બનાવશે.”

“આજે, 22મી જુલાઈનો દિવસ આપણા ઈતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે. 1947માં આ દિવસે જ આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતો. આપણા ત્રિરંગા સાથે સંકળાયેલી સમિતિની વિગતો અને પંડિત નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલ પ્રથમ ત્રિરંગા સહિત ઈતિહાસમાંથી કેટલીક રસપ્રદ બાબતો શેર કરી છે. ”

” આપણે વસાહતી શાસન સામે લડતા હતા ત્યારે આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારા તમામની અદભૂત હિંમત અને પ્રયત્નોને યાદ કરીએ છીએ. આપણે આજે, તેમના વિઝનને સાકાર કરવા અને તેમના સપનાના ભારતનું નિર્માણ કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.”