Site icon Revoi.in

રાજકોટમાં રોગચાળો વકર્યો : તાવ,શરદી,ઉધરસ,ઝાડા,ઉલટીના કેસ નોંધાયા

Social Share

રાજકોટ:હાલ ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને આકરા તાપને લઈને પણ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આકરી ગરમીને લઈને ઝાડા-ઉલટી અને શરદી-ઉધરસના કેસ નોંધાયા છે.

રાજકોટમાં એક સપ્તાહમાં ઝાડા–ઉલટીના 82 અને શરદી-ઉધરસના 189 દર્દીઓ નોંધાયા છે.જયારે સામાન્ય તાવના કેસ 91 કેસ દાખલ થયા છે.આ ઉપરાંત ડેંગ્યુનો 8, મેલેરીયાનો 3 અને ચિકનગુનિયાનો 4 કેસ નોંધાયો છે.આ આંકડા તારીખ 28 માર્ચથી 3 એપ્રિલ સુધીના છે. જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે.એક અઠવાડિયામાં 16,541 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે અને 949 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે.

શહેરમાં ઉનાળો શરૂ થવા સાથે આગામી દિવસોમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે.ઉનાળામાં પાણીનો વપરાશ વધી જતો હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ મોટરિંગ કરીને પાણી ખેંચવામાં આવતું હોય છે અને તેના કારણે પાણીમાં પોલ્યુશન આવતું હોય છે.ઉનાળામાં પ્રદૂષિત પાણીને કારણે ઝાડા- ઉલટી, કમળો અને ટાઈફોઈડ સહિતના પાણીજન્ય રોગચાળાના કેસો વધતા હોય છે.