Site icon Revoi.in

અખિલેશના પીડીએમાં ઓવૈસી-પલ્લવીનું પીડીએમ પાડશે ગાબડું, સમાજવાદી પાર્ટીનું વધ્યું ટેન્શન

Social Share

લખનૌ: લગભગ બે વર્ષથી અખિલેશ યાદવ સતત પીડીએની વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભાજપની લીડરશિપવાળા એનડીએનો મુકાબલો પીડીએ જ કરી શકે છે. તેમના પીડીએનો અર્થ, પછાત, દલિત અને લઘુમતીથી રહ્યો છે. આ સિવાય તેઓ ઓબીસીની તમામ જાતિઓ સિવાય દલિતો અને મુસ્લિમોને જોડવાનીવાત કરી રહ્યા છે. પરંતુ તેમની આ ટર્મને લઈને સેક્યુલર ખેમામાં જ કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે. તેમને નિશાને લેનારાઓ કહી રહ્યા છે કે આખરે અખિલેશ યાદવે પીડીએના સ્થાને પીડીએમ કેમ બનાવ્યું નહીં, જેમાં સીધો મુસ્લિમોનો ઉલ્લેખ હોય.

આ કહેતા અખિલેશ યાદવ પર નિશાન સાધવામાં આવે છે કે તે મુસ્લિમોના મામલાઓને પહેલાની જેમ ઉઠાવી રહ્યા નથી. તેના સિવાય મુસ્લિમ શબ્દથી પણ દૂરી બનાવી રહ્યા છે. એટલું જ નહીં, આઝમખાનના જેલમાં જવા પર પણ જે પ્રકારે સમાજવાદી પાર્ટીનું રિએક્શન હતું, તેને લઈને પણ ઘણાં લોકોએ વાંધો વ્યક્ત કર્યો છે. ત્યાં સુધી કે પાર્ટીના રામપુર યુનિટમાં પણ ઘણાં નેતાઓએ આ સવાલ ઉઠાવ્યો છે. તેવામાં હવે તેમનાથી અલગ થનારા પલ્લવી પટેલે હવે નવું ગઠબંધન બનાવ્યું છે. પોતાની પાર્ટી અપનાદળ કમેરાવાદીએ અસદુદ્દીન ઓવૈસી સાથે હાથ મિલાવ્યો છે. બંનેએ રવિવારે એક આયોજન કર્યું અને તેમાં પોતાના ગઠબંધનની ઘોષણા કરીને પીડીએમનું સૂત્ર આપ્યું.

બંનેએ પીડીએમમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પછાત-દલિત અને મુસ્લિમ. આ પ્રકારે અસદુદ્દીન ઓવૈસી અને પલ્લવી પટેલનું ગઠબંધન અખિલેશ યાદવની આશાઓને જ આંચકો આપી શકે છે. અસદુદ્દીન ઓવૈસીનો આમ પણ મુરાદાબાદ , સંભલ, મઉ અને આઝમગઢ જેવા જિલ્લાઓમાં સારો પ્રભાવ રહ્યો છે. તેના સિવાય પલ્લવી પટેલના સાથે આવવાથી કેટલાક પછતા પણ જો તૂટે છે. તો સીધું અખિલેશ યાદવને જ  નુકશાન થશે. આ સિવાય મુખ્તાર અંસારીના મોતને લઈને જે પ્રકારે અસદુદ્દીન ઓવૈસી તાત્કાલિક તેમના ઘરે ગયા. પુત્ર સાથે બેસીને ભોજન કર્યું અને સાંત્વના આપી, તે પણ મુસ્લિમોને જ સંદેશ આપવાની કોશિશ હતી.

તો અખિલેશ યાદવ, રામગોપાલ અને શિવપાલ યાદવ જેવા સમાજવાદી પાર્ટીના નેતાઓએ મુખ્તાર અંસારી પર ટ્વિટ કર્યું અથવા નિવેદન જ આપ્યું. કોઈ સમાજવાદી પાર્ટીનો નેતા મુખ્તારના ઘરે ગયો નહીં. અસદુદ્દીન ઓવૈસીએ આવી સ્થિતિમાં મુખ્તારના ઘરે જઈને મુસ્લિમોની મુખ્તારી પર દાવો ઠોક્યો છે. મહત્વપૂર્ણ છે કે માયાવતી પહેલા જ ઘણી બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો ઉતારી ચુક્યા છે. તેનાથી પણ મુસ્લિમ વોટોના વિભાજનનો ખતરો પેદા થઈ ચુક્યો છે.