Site icon Revoi.in

પહેલગામ આતંકી હુમલો: લશ્કરના સ્થાપક હાફિઝ સઈદ વિરુદ્ધ NIA કોર્ટનું નોન-બેલેબલ વોરંટ

Social Share

નવી દિલ્હી, 14 જુલાઈ 2026: જમ્મુની વિશેષ એનઆઈએ કોર્ટે પહેલગામ આતંકી હુમલાના ષડયંત્રના કેસમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ વિરુદ્ધ બિન-જામીનપાત્ર (નોન-બેલેબલ) વોરંટ જારી કર્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કર્યાના બે દિવસ બાદ, 8 જુલાઈએ કોર્ટે આ આદેશ આપ્યો હતો. એનઆઈએ પોતાની ચાર્જશીટમાં હાફિઝ સઈદને પહેલગામ આતંકી હુમલાના કાવતરા સાથે જોડાયેલા મુખ્ય આરોપી તરીકે નામિત કર્યો છે.

એનઆઈએના જણાવ્યા અનુસાર, હાફિઝ સઈદ મૂળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધાનો રહેવાસી છે અને ધરપકડથી બચવા માટે સતત ભાગતો ફરે છે. એજન્સીએ આગળની કાયદાકીય કાર્યવાહી મજબૂત કરવા માટે કોર્ટ પાસે ઓપન-એન્ડેડ નોન-બેલેબલ વોરંટની માંગ કરી હતી. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, નિષ્પક્ષ અને અસરકારક તપાસ માટે આરોપીની ધરપકડ અને કસ્ટડીમાં પૂછપરછ અનિવાર્ય છે. આ વોરંટ બજવણી માટે એનઆઈએ જમ્મુના ડીઆઈજીને મોકલી દેવાયું છે.

એનઆઈએની પૂરક ચાર્જશીટમાં હાફિઝ સઈદને લશ્કર-એ-તૈયબા અને તેના સહયોગી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ના વડા તરીકે આરોપી બનાવવામાં આવ્યો છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને યુએપીએ (UAPA) એક્ટ, 1967 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Exit mobile version