પહેલગામ આતંકી હુમલો: લશ્કરના સ્થાપક હાફિઝ સઈદ વિરુદ્ધ NIA કોર્ટનું નોન-બેલેબલ વોરંટ
નવી દિલ્હી, 14 જુલાઈ 2026: જમ્મુની વિશેષ એનઆઈએ કોર્ટે પહેલગામ આતંકી હુમલાના ષડયંત્રના કેસમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ વિરુદ્ધ બિન-જામીનપાત્ર (નોન-બેલેબલ) વોરંટ જારી કર્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કર્યાના બે દિવસ બાદ, 8 જુલાઈએ કોર્ટે આ આદેશ આપ્યો હતો. એનઆઈએ પોતાની ચાર્જશીટમાં હાફિઝ સઈદને પહેલગામ આતંકી હુમલાના […]


