1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હારિજ- સમી હાઈવે પર ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, 4ને ઈજા
હારિજ- સમી હાઈવે પર ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, 4ને ઈજા

હારિજ- સમી હાઈવે પર ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, 4ને ઈજા

0
Social Share

હારિજ, 17 જુલાઈ 2026 : Accident between truck and car હારિજ–સમી હાઈવે પર સરવાલ ગામ નજીક  વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકનું ઘટનાસ્થળે  મોત નિપજ્યુ હતું, જ્યારે કારમાં સવાર અન્ય ચાર પ્રવાસીઓને  ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

આ અકસ્માતનાબનાવની વિગત એવી છે કે, અમદાવાદના રાણીપ ખાતે રહેતા કિરીટકુમાર મગનલાલ વરણ (ઉ.વ.49)  અલ્ટો કાર નં. GJ-01-KM-1019 લઈ રાધનપુરમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. તેમની સાથે ભવાનીશંકર વ્યાસ,ધર્મિત ભરતભાઈ ત્રિવેદી,કૃપાબેન ધર્મિત ત્રિવેદી અને પિંકીબેન નિકુલકુમાર મહેતા પણ સાથે જઈ રહ્યા હતા. દરમિયાન હારિજ-સમી હાઈવે પર સરવાલ નજીક ટ્રક નં. GJ-08-AY-4199 ના ચાલકે કારને ટક્કર મારતાં કારને ભારે નુકસાન થયું હતું. ટ્રક પણ રોડની બાજુમા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારના ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની પરિવારજનોને જાણ થતાં તેઓ હારિજ સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં કિરીટકુમાર વરણનું મોત નીપજ્યું હતુ.આ બનાવ અંગે મૃતકના મામા વિરમભાઈ અરજણભાઈ પરમારની ફરિયાદના આધારે હારિજ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ફરિયમદ નોંધાઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code