Site icon Revoi.in

પાકિસ્તાનઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતિંગ વધારા બાદ પ્રજાના પરિવહનનો ભાર હવે ગધેડાઓ ઉપર

Social Share

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી થઈ રહેલા પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યાં છે. પાકિસ્તાનમાં છેલ્લા એક મહિનામાં શહબાઝ શરીફ સરકારે પેટ્રોલની કિંમતમાં રૂ. 50થી વધુનો પ્રતિલીટરમાં વધારો થયો છે. શરીફની ભત્રીજી મરિયમ નવાઝએ જણાવ્યું હતું કે, ભારે મુશ્કેલીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારેને પગલે પ્રજાની મુશ્કેલીમાં વધારો થયો છે અને પ્રજા પરિવહન માટે નવા-નવા જુગાડ લગાવી રહ્યાં છે. આવા જ જુગાડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયલ થયો છે.

પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં વધારાને પગલે હવે પહેલાની જેમ ગધા ગાડીનું ચલણ વધી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ગધેડાઓની સંખ્યામાં વધારો થયો છે. તેનો આ મોંઘવારીમાં ગાડી ખેંચવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના માર્ગો ઉપર હવે પેટ્રોલ-ડિઝલની વાહનોની સામે આવી ગધા ગાડી જોવા મળી રહી છે. લાહોરમાં મોટી સંખ્યામાં ગધા ગાડી ચાલી રહી છે. આ ગાડીના માલિકોના મતે પેટ્રોલ-ડિઝલના પેટ્રોલના વાહનની સરખામણીએ આ વાહનની મુસાફરી સસ્તી પડે છે. પાકિસ્તાનમાં સામાન ઉઠાવવા અને બાંધકામ સાઈટ ઉપર માલ ઉઠાવવા માટે ગધેડાનો ઉપયોગ થઈ રહ્યો છે. ગધેડાના માલિકાના મતે ગઘેડાનો વ્યવસાય તેજ વધી રહ્યો છે.

પાકિસ્તાન સરકારના આંકડા અનુસાર વર્ષ 2018માં અહીં 53 લાખથી વધારે ગધેડા છે. તેમજ સૌથી વધારે લાહોરમાં જોવા મળે છે. ગધેડાના માલિકો દરરોજ હાલ રૂ. એક હજારથી વધારેની આવક કમાય છે. આમ હવે પાકિસ્તાનમાં પરિવહન સિસ્ટમમાં ફરી એકવાર ગધેડાની આસપાસ ફરી રહી છે. પાકિસ્તાનીઓ ઉપર શરીફ સરકારે 117 અરબ રૂપિયાનો ટેક્સ નાખ્યા બાદ પાકિસ્તાન સરકારે હવે પેટ્રોલ બોમ્બ ફોડ્યો છે.