Site icon Revoi.in

પાકિસ્તાનની ઈસ્લામીક પાર્ટીએ શહબાઝ, ઈમરાન અને ઝરદારીની પરમાણુ બોમ્બ સાથે કરી તુલના

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈસ્લામિક રાજકીય પાર્ટી જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ સિરાઝુલ હક્કએ દેશના હાલના અને પૂર્વ શાસકો સામે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે પીએમ શહબાજ શરીફ, પૂર્વ પીએમ ઈમરાનખાન અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જગદારીને પરમાણુ બોમ્બથી પણ વધારે ખતરનાક ગણાવ્યાં હતા. એટલું નહીં ત્રણેય જણાએ કાશ્મીરને વેચી નાખ્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો.

જેઆઈના પ્રમુખે એક સંમેલનને સંબોધિન દરમિયાન તેમણે ભારતીય પાયલોટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવા મામલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના કાયર શાસક (ઈમરાનખાન)એ અભિનંદનને પરત ભારતને સોંપ્યો હતો. શહબાજ શરીફ, ઈમરાન ખાન, અને આસિફ અલી ઝરદારીની ત્રિપુટી અમેરિકાએ હિરોશિમા ઉપર નાખેલા પરમાણુ બોમ્બ કરતા પણ ખતરનાક છે.

તેમણે વધુમાં કહ્યું કે, હિરોશિમામાં વિનાશ બાદ જાપાન એક આર્થિક મહાશક્તિ બન્યું હતું પરંતુ શહબાજ, ઇમરાન અને ઝરદારીની ત્રિપુટી પરમાણુ બોમ્બ કરતા પણ ખતરનાક છે. આ ત્રણેય મહાનુભાવોએ સરકારી ખજાનો, ઘર, કોર્ટ, અર્થવ્યવસ્થા, ઉદ્યોગ, નૈતિકતા અને શિક્ષા વ્યવસ્થાને અસ્ત-વ્યસ્ત કરી નાખી છે. આ ત્રણેય જણાએ એક સાથે મળીને કાશ્મીરને વેચી નાખ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ત્રણેય નેતાઓએ અમેરિકાની મુલાકાત લીધી હતી અને હાલના પ્રમુખ બાઈડેન તથા પૂર્વ પ્રમુખ ટ્રમ્પને મળ્યા હતા પરંતુ કો.આફિસા સિદ્દીકીના પ્રત્યર્પણને લઈને એક પણ વાત કરવાની હિંમત કરી શક્યા નથી. તેમણે પાકિસ્તાનના સેનાધ્યક્ષોને પણ આડેહાથ લેતા કહ્યું કે, એ જનરલ પણ અલ્લાહને જવાબ આપશે જેમણે દેશની કમાન એક જાનવરના હાથમાં સોંપી અને પોતે એનાકોંડા બનીને દેશને નિચોવી રહ્યાં છે.