Site icon Revoi.in

પાકિસ્તાનઃ અધિકારીઓના ત્રાસથી કંટાળેલો પોલીસ કર્મચારી સંતાનોને વેચવા બન્યો મજબુર

Social Share

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદના મુદ્દે ચર્ચા રહે છે. તેમજ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન એક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બીમાર બાળકોની સારવાર માટે ઉચ્ચ અધિકારીઓ રજા નહીં આપવાની સાથે લાંચની માંગણી કરતા ત્રસ્ત પોલીસ કર્મચારી અંતે પોતાના બે સંતાનોને વેચવા મજબુર બન્યો હતો. પોલીસ કર્મચારી માર્ગની વચ્ચે બે સંતાનોની બોલી લગાવતો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસની વર્દીમાં એક શખ્સ પોતાના બે સંતાનોને જાહેરમાં ઉભા રાખીને રૂ. 50 હજારમાં વેચવા માટે બોલી લગાવતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાનનો હોવાનું જાણવા મળે છે. યુનિફોર્મમાં સજ્જ પોલીસ કર્મચારી નિસાર લશારી હોવાનું જાણવા મળે છે. પોલીસ કર્મચારી પહેલા જેલમાં ફરજ બજાવતો હતો. પરંતુ બીમાર દીકરા માટે રજાની માંગણી કરી હતી. જેથી ઉચ્ચ અધિકારીએ રજા મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી. જો કે, પોતાની પાસે પૈસા નહીં હોવાથી તેણે અધિકારીનો વિરોધ કર્યો હતો. જેથી તેની બદલી ઘરથી 120 કિમી દૂર બદલી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીના ત્રાસથી કંટાળેલો દીકરાઓની જાહેરમાં રસ્તા પર ઉભો રહીને કંઈક અપીલ કરી રહ્યો છે. પોલીસ કર્મચારીનો વીડિયો સિંધના મુખ્યમંત્રી મુરાદ અલ શાહ સુધી પહોંચ્યો હતો. તેમજ તેઓ પોલીસ કર્મચારીનો વીડિયો જોઈને ચોંકી ઉઠ્યાં હતા. તેમણે તાત્કાલિક પોલીસ કર્મચારીની બદલીને અટકાવી હતી. એટલું જ નહીં બીમાર દીકરાની સારવાર માટે 14 દિવસની રજા પણ મંજૂર કરી હોવાનું જાણવા મળે છે.