Site icon Revoi.in

ઉનાળાની ગરમીમાં રાત્રી આહારમાં ખાસ રાખો ધ્યાન, નહી તો પેટની સમસ્યાઓ વધી શકે છે

Social Share

હાલ ગરમીની સિઝને છે જેથી રાતે સુતા વખતે તમારે કેટલોક હળવો જ ખોરાક લેવો જોઈએ ભારે ખોરાક તમારુ પેટ બાગાડી શકે છે,સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લોકો તેમના ખોરાક પર બિલકુલ ધ્યાન આપતા નથી, અને તેઓ ઘરના ખોરાક સિવાય બહારનો ખોરાક ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં ઘણી વખત તેઓ બીમારીઓનો શિકાર બની જાય છે. આ સાથે જ આવી ગરમીમાં પણ લોકો રાત્રે કંઈ પણ ખાતા હોય છે જો કે આવી ભાગે ગરમીમાં તેલવાળું, મરચા વાળું તળેલું વગેરે ખાવાનું ટાળવું જ જોઈએ એ પણ ખાસ રાતે સુતા વખતે ,દિવસના તો હલન ચલન કરીને તે પચી જશે પરંતુ રાતે પેટની સમસ્યાને નોતરે છે

ઉનાળાની રાતે તળેલો ખોરાક ટાળો

ઉનાળામાં રાતે સુતા વખતે ક્યારેય તળેલી વાનગીઓ આરોગવી નહી જેમાં ભજીયા પુરી કે કોી પણ ડીપ ફ્રાઈ વસ્તુોનો સમાવેશ થાય છે કારણ ેકે રાતે સુઈ જવાથી તે પેટમાં ગેસ ભેગો કરે છે અને અડધી રાત્રે તમારા પેટવની ક્રિયામાં ફેરફાર થાય છે પરિણામે ચૂંક આવી શકે છે

કોફી- ચા- ગરમ પીણા

ઘણા લોકોને રાત્રે ચા કે કોફી પીવી ગમે છે, જો કે રાત્રે કોફી પીવી એ ફાયદાકારક નથી કારણ કે તેનાથી તમને ઉંઘ આવી શકે છે. તે જ સમયે, જો તમે દરરોજ રાતે કોફીનું સેવન કરો છો, તો તમને પૂરતી ઊંઘ નહીં આવે, અને તમે બીમાર પણ થઈ શકો છો. કોફીમાં રહેલા કેફીનને કારણે તે શરીરને તાજગી આપે છે.

મેંદાની  વાનગીઓ

આમ તો કોઈપણ પ્રકારનું ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે સારું નથી, પરંતુ જો તમે રાત્રે પીઝા ખાશો તો તમને પેટની સમસ્યા થઈ શકે છે. તેમાં ચીઝની માત્રા વધુ હોવાને કારણે તે તમારા પેટમાં પણ ખરાબી લાવી શકે છે.આ સાથે જ તેનો બેઝ મેંદાનો હોવાથી મેંદાને પચના લાંબો ટાઈમ લાગે છે જેખી કબ્ઝ અને પેટનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

દવા સાથે દૂધની આદત પાડો

જો તમે કોઈ પેસેન્ટ છો તો તમારી દવા પીધા બાદ તમારે દૂધ પીવું જોઈએ કારણ કે ગરમીના કારણે દવા પેટમાં વધુ એસિડિટી ફેલાવે છે,પેટમાં બળતરા થાય છે ક્યારેક પેશાબમાં પણ બળે છે આવી સ્થિતિમાં દૂધ તમને આરામ આપશે, જો કે જમીને 30 મિનિટ બાદ દૂધ પીવું અને બની શકે તો દવા પીતા લોકોએ વહેલા જ જમવાનો આગ્રહ રાખવો.