Site icon Revoi.in

અમદાવાદના લોકો.. સતર્ક થઈ જજો.. તમારા શહેરમાં વધી રહ્યા છે કોરોનાવાયરસના કેસ

Social Share

અમદાવાદ:કોરોનાવાયરસના નવા વેરિયન્ટથી લોકો હેરાન પરેશાન છે, દુનિયાના કેટલાક દેશોમાં ઓમિક્રોને મોટી દસ્તક આપી છે,ત્યારે અમદાવાદ પણ તેમાં બાકી નથી. જાણકારી અનુસાર ગુજરાતમાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 87 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ કુલ 589 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટીલેટર પર છે. 581 નાગરિકો સ્ટેબલ છે. 10104 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે રાજ્યમાં બે લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આજના કેસના આંકડાઓની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 33, જ્યારે 10 લોકો ડિસ્ચાર્જ થયા છે, તેવી રીતે સુરત કોર્પોરેશનમાં 12 કેસ, 7 ડિસ્ચાર્જ, વડોદરા કોર્પોરેશનમાં 11 કેસ, 14 ડિસ્ચાર્જ, રાજકોટ કોર્પોરેશનમાં 6 કેસ, એક મોત અને 10 લોકો ડિસ્ચાર્જ થયા છે.

જો કે,કેટલાક જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે જો લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવશે તો ભારતમાં પણ નવી લહેર આવી શકે છે જે અત્યારે ફ્રાન્સ અને બ્રિટનમાં જોવા મળી રહી છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 6ને રસીનો પ્રથમ, 512 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરની 6271, 50455 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 20991 નાગરિકોને રસીનો પ્રથમ, 138415 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,16,650 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.