Site icon Revoi.in

સરકાર દંડાત્મક પગલા ના ભરે તે માટે લોકોને કોરોના ગાઈકલાઈનનું પાલન કરવું જોઈએઃ આરોગ્ય મંત્રી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ લોકોને અપીલ કરીને માસ્ક પહેરવાની સાથે એસઓપીનું પાલન કરવા વિનંતી કરી હતી. તેમજ કહ્યું હતું કે, સરકાર દંડાત્મક પગલા ના ભરે તે માટે લોકોને કોરોના ગાઈકલાઈનનું પાલન કરવું જોઈએ.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે કોરોનાના 17 હજારથી વધારે કેસ નોંધાયાં હતા. ત્રીજી લહેરની અંદર પીક ઉપર જવાની તૈયારી જોવા મળી રહી છે. સરકારે કોરોનાને લઈને યોગ્ય પગલા ભર્યાં છે. ઓમિક્રોન મંદ હોવાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. દરેક ઘર, મહોલ્લા અને સમાજમાં માસ્ક અને સામાજીક અંતર સહિતની ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ. આર્થિક ગતિવિધી પછી લોકોએ ઘરે જઈને પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ. મેળાવડામાં સરકારના નિયમનું પાલન કરવું જોઈએ. પ્રજાએ એસઓપીનું પાલન કરવું જોઈએ. સરકાર દંડાત્મક પગલા ભરે તે પહેલા જ લોકોએ નિયમનું પાલન કરવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં આવ્યાં છે. હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવના આંકડા આવે છે. પરંતુ લોકો હવે સેલ્ફ ટેસ્ટ કરે છે. જો સેલ્ફ ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવે તો તંત્રને જાણ કરવી જોઈએ. જેથી આપણને કોરોનાના ચોક્કસ આંકડા જાણી શકીએ. જેથી આગામી દિવસોમાં યોગ્ય પગલા લઈ શકાય. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે દિશામાં સરકાર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.