1. Home
  2. Tag "Rushikesh Patel"

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય: ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ […]

અમદાવાદઃ જિલ્લાના 10.84 કરોડનાં 505 વિકાસ કામોને બહાલી આપાઈ

અમદાવાદઃ જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજિત મંડળની મહત્ત્વપૂર્ણ બેઠક અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ અને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂબહેન અંબારામભાઈ પઢાર તથા સહ ઉપાધ્યક્ષ અને કલેક્ટર પ્રવીણા ડી.કે. ઉપરાંત સ્થાનિક સાંસદો તથા ધારાસભ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેક્ટર […]

ગુજરાતમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી : આરોગ્ય વિભાગ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના- ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ  એક્ટિવ કેસ નથી. જેની વધું વિગતો આપતા આરોગ્ય વિભાગે  જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. જેમાં વિગતે જોઇએ તો અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝીટીવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જી.એસ.આર.બી. સરકારી […]

સરકાર દંડાત્મક પગલા ના ભરે તે માટે લોકોને કોરોના ગાઈકલાઈનનું પાલન કરવું જોઈએઃ આરોગ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ લોકોને અપીલ કરીને માસ્ક પહેરવાની સાથે એસઓપીનું પાલન કરવા વિનંતી કરી હતી. તેમજ કહ્યું હતું કે, સરકાર દંડાત્મક પગલા ના ભરે તે માટે લોકોને કોરોના ગાઈકલાઈનનું પાલન કરવું જોઈએ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે કોરોનાના 17 હજારથી […]

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે વ્યક્ત કરી ચિંતા

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં દિવાળીના તહેવારો બાદ ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન એક કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. પરંતુ જો રસી લીધી હશે તો કોરોનાને હરાવી શકાશે. અમદાવાદ ખાતે GTU […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code