
સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સેશન હેઠળ ભારતીય શેરબજાર ખુલ્યું, BSE-NSE લીલા નિશાન ઉપર થયું બંધ
નવી દિલ્હીઃ આગામી સોમવારે મુંબઈ-મહારાષ્ટ્રમાં ચૂંટણીના કારણે શેરબજાર બંધ રહેશે..ત્યારે આજે શનિવારે BSE અને NSE ખાતે સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સેશન યોજાયુ હતુ.જેમાં પ્રથમ સેશન સવારે 9.15 કલાકથી 10.00 દરમિયાન યોજાયું હતું. પહેલા સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ કલોઝિંગ થયું હતું. સેન્સેક્સ 42 પોઈન્ટ વધીને 73 હજાર 959 પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ 15 પોઈન્ટના વધારા સાથે 22 હજાર 481 પર બંધ થયો હતો.
આજે બીજું સેશન 11.30 કલાકથી બપોરે 12.30 કલાક દરમિયાન યોજાયું હતું. કટોકટી દરમિયાન પ્રાથમિક ‘ડેટા સેન્ટર’ ઉપલબ્ધ ન હોય તો ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરીને પુનઃસ્થાપિત કરવા માટે ‘ડિઝાસ્ટર રિકવરી સાઈટ’નો ઉપયોગ કરવામાં આવે છે. શનિવારે ખાસ ટ્રેડિંગ સેશન બાદ સેન્સેક્સ 42.60 (0.05%) પોઈન્ટના વધારા સાથે 73,959.63 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 35.91 (0.16%) પોઈન્ટ વધીને 22,502.00 પર બંધ રહ્યો હતો.
શનિવારના દિવસે બજારમાં વોલ્યુમ ઓછું હતું કારણ કે સત્ર કોઈપણ આપત્તિની પરિસ્થિતિ માટે તૈયાર કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું. તે એક ખાસ ટ્રેડિંગ સેશન હતું. કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. અગાઉ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ શનિવાર, 2 માર્ચે ડિઝાસ્ટર રિકવરી સત્રનું આયોજન કર્યું હતું.