Site icon Revoi.in

બ્લડ પ્રેશરની બીમારી ઘરાવતા લોકોએ ખોરાકનું ખાસ રાખવું ઘ્યાન, આટલી વસ્તુઓને આહારમાં કરવી સામેલ

Social Share

 

આજની ભાગદોળ વાળી લાઈફમાં અનેક નાની મોટી બિમારીઓ શરીરમાં ઘર કકી જાય છે,હાઈ બ્લડ પ્રેશર એ જીવનશૈલીના સૌથી સામાન્ય રોગોમાંનો એક રોગ છે. વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય રહ્યા છે, જે વિવિધ હૃદયરોગ માટેનું સૌથી મોટું જોખમ ગણાય છે, જો કે તંદુરસ્ત અને સરળ જીવનશૈલીમાં પરિવર્તન લાવવાથી અને હેલ્ઘી ખોરાક ખાવાથી આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે.ખોરાકની સીધી અસર બ્લડ પ્રેશર પર પડી શકે છે. તો ચાલો જાણીએ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા કેવો ખોરાક ખાવો જોઈએ.

ખાટ્ટા ફળોનું સેનવ ગુણકારી

ખાટ્ટા ફળો આપણી રોગપ્રતિકારક શક્તિ માટે જ સારા છે એવું નથી પરંતુ તે બ્લડ પ્રેશર ઘટાડવાની અસરોમાં કામ પણ કરે છે. આ ખનિજો, વિટામિન્સ અને વિવિધ પેન્ટ સંયોજનોથી ભરેલા છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડે છે.

કેળાનું સેવન

કેળામાં પોટેશિયમની ભરપુર માત્રા હોય છે,જે એક ખનિજ છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પોટેશિયમ સોડિયમની અસર ઘટાડે છે અને રક્ત વાહિનીઓની દિવાલોમાં તણાવ ઘટાડે છે.

કોળુંના બીજ

કોળાના બીજમાં પોષક તત્વો ભરપુર સમાયેલા હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આર્જિનિન હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડવા માટે જરૂરી છે. તમારા બ્લડ પ્રેશરને ઘટાડવા તમે તમારા રોજના આહારમાં કોળાના બી અથવા કોળાના તેલનો સમાવેશ કરી શકો છો.
દાળ અને કઠોળ

કઠોળ અને દાળમાં ફાઇબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. વિવિધ અભ્યાસોમાં બતાવ્યું છે કે તમારા આહારમાં કઠોળ અને દાળનો સમાવેશ બ્લડ પ્રેશરના સ્તરને ઘટાડવામાં મદદગાર છે.