Site icon Revoi.in

નામ મેં ક્યાં રખા હૈ, નામ તો બદનામ હૈ : પ્રાણના વિલનના અભિનયથી ડરેલા લોકો સંતાનોનું નામ પણ પ્રાણ રાખતા ન હતા

Social Share

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગતમાં અનેક અભિનેતાઓએ ખલનાયકનો અભિનય કરીને દર્શકોની પ્રસંશા મેળવી છે. પરંતુ ફિલ્મોમાં પ્રાણ જેવો વિલનનો રોલ કોઈ કરી શક્યું નથી. હિન્દી ફિલ્મોમાં તેઓ હીરો બનવા આવ્યાં હતા પરંતુ વિલન તરીકે જાણીતા થયાં હતા. પ્રાણનો સ્વભાવ તેમને ઓળતા લોકો વધારે પસંદ કરતા હતા. તેમને જન્મ સરકારી કોન્ટ્રાક્ટર લાલા કેવલકૃષ્ણ સિંકદના ઘરે 12મી ફેબ્રુઆરી 1920માં દિલ્હીમાં થયો હતો. ફિલ્મ જગતમાં તેમણે છ દાયકા સુધી કામ કકર્યું છે. આ દરમિયાન તેમણે 350થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. મધુમતિ, જીસ દેશ મેં ગંગા બહેતી હૈ, ઉપકાર, શહીદ, પૂરબ ઓર પશ્ચિમ, રામ ઓર શ્યામ, જંજીર, ડોન, અમર અકબર એન્થની જેવી સુપરહિટ ફિલ્મોમાં પ્રાણે શાનદાર અભિનય કર્યો હતો.  તે સમયમાં તેઓ જાણીતા વિલન હતા. તેઓ નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતા. પ્રાણ મોટા થઈને ફોટોગ્રાફર બનવા માંગતા હતા. તેમજ સ્વપનું પૂર્ણ કરવા માટે દિલ્હીની એક કંપનીમાં એપ્રેંટીસ પણ કરી હતી.

વર્ષ 1940માં લેખક મહંમદ વલીએ જ્યારે પાનની દુકાન ઉપર પ્રાણને જોયા હતા. પ્રથમ મુલાકાતમાં જ તેમણે પોતાની પંજાબી ફિલ્મ યમલા જટમાં તેમને સાઈન કરી લીધા હતા. જે બાદ પ્રાણે પાછળ ફરીને ક્યારેય જોયું નથી. પ્રાણે લાહોરમાં 1942થી 1946 એટલે કે ચાર વર્ષમાં 22 ફિલ્મોમાં કામ કર્યું હતું. વિભાજન બાદ પ્રાણ પરિવાર સાથે ભારત આવી ગયા હતા. ત્યાર બાદ તેમને ફિલ્મોમાં વિલન તરીકેની ખરી ઓળખ મળી. 1942માં આવેલી ખાનદાન ફિલ્મથી તેમણે હિન્દી ફિલ્મોમાં બ્રેક મળ્યો હતો. દલસુખ પંચોલીની આ ફિલ્મમાં અભિનેત્રી નૂરજહાં પણ હતી. આ ફિલ્મ મળ્યાં પહેલા તેમણે લગભગ 8 મહિના મરીન ડ્રાઈવ નજીક આવેલી એક હોટલમાં કામ કર્યું હતું. આ પૈસાથી તેમનું ઘર ચાલતું હતું.

પ્રાણના કેરિયરની મુખ્ય ફિલ્મોમાં કાશ્મીર કી કલી, ખાનદાન, ઓરત, બડી બહન, જીસ દેશ મે ગંગા બહેતી હૈ, હાફ ટિકીટ, ઉપકાર, પૂરબ ઓર પશ્ચિમ અને ડોનનો સમાવેશ થાય છે. ફિલ્મી પર્દા ઉપર તેમની હાજરી લોકોમાં ભય ઉભો કરતી હતી. લોકોમાં એવો ભય ઉભો થયેલો કે તેમણે પોતાના બાળકનું નામ પ્રાણ રાખવાનું પણ બંધ કરી દીધું હતું. પ્રાણના અભિનયનો કમાલ હતો કે લોકો તેમને નફરતની નજરથી જોતા હતા.

પ્રાણની દુનિયા માત્ર ફિલ્મો સુધી મર્યાદીત ન હતી. તેમણે રતમ-ગમતનો પણ શોખ હતો. 50ના દાયકામાં તેમની ફુટબોલ ટીમ હતી. પ્રાણને અનેક એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યાં હતા.

બોલીવુડના શહેનશાહ મનાતા અમિતાભ બચ્ચનને સ્ટાર બનાવવામાં પ્રાણની મહત્વની ભૂમિકા હતી. ફિલ્મ જંજીરમાં વિજયના રોલ માટે પ્રાણે જ નિર્દેશક પ્રકાશ મહેરાને અમિતાભ બચ્ચનનું નામ આપ્યું હતું. આ ફિલ્મ બાદ અમિતાભ બચ્ચન સુપર સ્ટાર બન્યાં હતા. 1960થી 70ના દાયકામાં પ્રાણ રૂ. 5થી 10 લાખની ફિ લેતા હતા. આ સમયગાળામાં આટલી ફી કોઈ વિલનને નહતી મળતી. પ્રાણને હિન્દી ફિલ્મ જગતમાં યોગદાન બદલ વર્ષ 2001માં ભારત સરકારે પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાલકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતા. 12મી જુલાઈ 2013માં 93 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આજે પ્રાણ આ દુનિયામાં નથી. પરંતુ હજુ પણ ફિલ્મ જગતમાં ખલનાયકના નામની ચર્ચા કરવામાં આવે તો પ્રાણનું નામ સૌ પ્રથમ આવે.