Site icon Revoi.in

ઈતિહાસમાં કદાચ પ્રથમવાર અમેરિકન જહાજ સમારકામ માટે ભારત આવ્યું

Social Share

બેંગ્લોરઃ ભારતનું દુનિયાના વિવિધ દેશોમાં મહત્વ વધી રહ્યું છે. તેમજ ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે મજબુત બન્યાં છે. ત્યારે ઈતિહાસમાં કદાચ પ્રથમવાર અમેરિકન નૌકાદળનું જહાદ સમારકામ માટે ભારત આવ્યું છે.

ભારત અને અમેરિકા વચ્‍ચે વ્‍યૂહાત્‍મક ભાગીદારીમાં એક નવા વિશ્વાસનો ઉમેરો થયો છે. અમેરિકી નૌકાદળનું જહાજ ÒUSNS ચાર્લ્‍સ ડૂ ‘ સમારકામ માટે ભારત આવ્‍યું છે.

અમેરિકન નૌકાદળનું કોઈ જહાજ સમારકામ સેવા કરાવવા માટે ભારત આવે એવું ઈતિહાસમાં પહેલી જ વાર બન્‍યું છે. આ જહાજ ચેન્નાઈના કટ્ટુપલ્લી શિપયાર્ડ ખાતે આવી પહોંચ્‍યું હતું.

યૂએસ નેવીએ તેના આ જહાજના સમારકામ માટેનો કોન્‍ટ્રાક્‍ટ ભારતની જાણીતી કંપનીના જહાજવાડા (ગોદી)ને આપ્‍યો છે. અમેરિકાનો આ નિર્ણય વૈશ્વિક જહાજ સમારકામ માર્કેટમાં ભારતીય શિપયાર્ડની ક્ષમતાનું દર્શાવે છે.

આ જહાજ કટ્ટુપલ્લી શિપયાર્ડમાં ૧૧ દિવસ સુધી રહેશે. ભારતમાં છ મોટા જહાજવાડા છે, જેમનું કુલ ટર્નઓવર આશરે બે અબજ ડોલર થાય છે. આ શિપયાર્ડ ભારત માટે અત્‍યાધુનિક જહાજો બનાવે છે અને દેશ-વિદેશના જહાજોને રીપેર પણ કરે છે.

Exit mobile version