1. Home
  2. Tag "repairs"

કચ્છના રાપરમાં ફતેહગઢ નજીક નર્મદા કેનાલની મરામતનું કામ અનેક રજુઆતો બાદ અંતે હાથ ધરાયું

ભૂજઃ કચ્છમાં નર્મદાના પાણી એ લોકો માટે જીવાદોરી સમાન બન્યા છે. નર્મદાની પાણી સિંચાઈ માટે પણ આપવામાં આવતા હોવાથી કચ્છની સુકી ધરા હવે નંદનવન બની રહી છે. જિલ્લાના રાપર નજીક નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા હતા. તેમજ કેનાલના દીવાલની માટી પણ ઘસી આવતા પાણી આગળ જઈ શકતું ન હતું . અને છેલ્લા અઢી મહિનાથી […]

ભરૂચ-મુંબઈ હાઈ-વે 48 પર પડેલા ખાડાઓ સપ્તાહમાં પુરી દેવા ઓથોરિટીએ કર્યો આદેશ

અમદાવાદઃ ગુજરાતના ઘણાબધા નેશનલ હાઈવેની બદતર હાલત છે. ચોમાસા દરમિયાન રોડ તૂટી ગયા છે. રોડ પર ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવેના મરામતના કામો ત્વરિત હાથ ધરવામાં આવે તેવી માગ ઊઠી છે. મુંબઈ-ભરૂચ સુધીના નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડાની વ્યાપક ફરિયાદો બાદ અંતે નેશનલ હાઈવે ઓથોરિટીનું તંત્ર જાગ્યું છે. […]

ઈતિહાસમાં કદાચ પ્રથમવાર અમેરિકન જહાજ સમારકામ માટે ભારત આવ્યું

બેંગ્લોરઃ ભારતનું દુનિયાના વિવિધ દેશોમાં મહત્વ વધી રહ્યું છે. તેમજ ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે મજબુત બન્યાં છે. ત્યારે ઈતિહાસમાં કદાચ પ્રથમવાર અમેરિકન નૌકાદળનું જહાદ સમારકામ માટે ભારત આવ્યું છે. ભારત અને અમેરિકા વચ્‍ચે વ્‍યૂહાત્‍મક ભાગીદારીમાં એક નવા વિશ્વાસનો ઉમેરો થયો […]

રાજકોટમાં વોટર સમ્પની મરામતને લીધે ભર ઉનાળે ત્રણ દિવસનો પાણી કાપ

રાજકોટઃ દર ઉનાળામાં રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. જોકે નર્મદાના નીરને કારણે પાણીની સમસ્યા નહીવત બની ગઈ છે. જે સમસ્યા સર્જાઈ છે. તે કેટલાક લોકોને કારણે છે. કારણે કે, ઉનાળામાં પાણીનો બીન જરૂરી વેડફાટ, પાણીના નળ પર મોટર મુકીને ખેંચાતું પાણી, વગેરે સમસ્યાને લીધે લોકો સુધી પાણીનો પુરતો પુરવઠો પહોંચતો ન હોવાથી પાણીની […]

અમદાવાદમાં સરદાર બ્રીજના સમારકામને લીધે સોમવારથી બ્રીજ એક બાજુ ચાલુ રહેશે

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરની સાબરમતી નદી પર આવેલા બ્રિજનું વારાફરતી સમારકામ કરવામાં આવી રહ્યું છે. સુભાષ બ્રિજ, ઈનકમટેક્સ ગાંધી બ્રિજ અને નહેરુ બ્રિજના રિપેરિંગની કામગીરી બાદ 81 વર્ષ જૂના સરદાર બ્રિજનું (જમાલપુર બ્રિજ) રિપેરિંગ કામ થશે. 15મી નવેમ્બર, સોમવારથી કામગીરી શરૂ થશે જે બે મહિના સુધી એટલે કે જાન્યુઆરી 2020માં પૂર્ણ થશે. આ દરમિયાન બ્રિજ […]

રાજ્યમાં વરસાદને લીધે તૂટેલા રાડ-રસ્તાઓ રિપેર કરવા સરકારે 74.70 કરોડ મંજુર કર્યા

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની છે. હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. ત્યારે રોડ રસ્તાઓને નુકસાન  મરામત અને રોડ રિસરફેસ ના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code