1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં વરસાદને લીધે તૂટેલા રાડ-રસ્તાઓ રિપેર કરવા સરકારે 74.70 કરોડ મંજુર કર્યા
રાજ્યમાં વરસાદને લીધે તૂટેલા રાડ-રસ્તાઓ રિપેર કરવા સરકારે 74.70 કરોડ મંજુર કર્યા

રાજ્યમાં વરસાદને લીધે તૂટેલા રાડ-રસ્તાઓ રિપેર કરવા સરકારે 74.70 કરોડ મંજુર કર્યા

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની છે. હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. ત્યારે રોડ રસ્તાઓને નુકસાન  મરામત અને રોડ રિસરફેસ ના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી વિસ્તારોમાં  રસ્તા માર્ગોને જે નુકસાન થયું છે તેનું રીપેરીંગ ,રિસરફેસ તેમજ નાગરિક સુવિધા વૃદ્ધિના  માર્ગ મરામત કામો માં થર્મો પ્લાસટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ,સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટી ના કામો વગેરે માટે આ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.  આ કામો ઝડપથી હાથ ધરાય અને નાગરિકોને આવાગમન ની સરળતા રહે તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુસર તત્કાલ દરેક નગર પાલિકાઓને આ રકમ ફાળવવા નો જનહિત અભિગમ મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર ભાઈ પટેલે અપનાવ્યો છે
મુખ્યમંત્રી ના  આ નિર્ણય અનુસાર રાજ્યની  અ વર્ગ ની 22 નગર પાલિકાઓને  પ્રત્યેકને 75 લાખ, બ વર્ગ ની 30 નગર પાલિકાઓને પ્રત્યેક ને 60 લાખ, ક વર્ગ ની 60 નગર પાલિકાઓ ને પ્રત્યેક ને 45 લાખ તેમજ ડ વર્ગની 44 નગર પાલિકાઓ ને પ્રત્યેક ને 30 લાખ  એમ રાજ્યની તમામ 156 નગર પાલિકાઓ ને સમગ્રતયા 74.70 કરોડ રૂપિયા રોડ રસ્તા રીપેરીંગ રિસરફેસીંગ ના કામો માટે ફાળવવામાં આવ્યા છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code