Site icon Revoi.in

ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓએ વચ્ચે ફોન પર થઈ વાત – ‘2+2’ પર વાટાઘાટો

Social Share

દિલ્હીઃ- જ્યાં એક તરફ રશિયા યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે રશિયા દ્રારા સતત યુક્રેનને નિશાન બનાવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ભારત અને યુએસ વચ્ચે વાર્ષિક ‘2+2’ વાટાઘાટો પહેલા, વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાત કરી અને યુક્રેનના નવીનતમ વિકાસ વિશે ચર્ચા કરી હતી

ઉલ્આલેખનીય છે કે આ વાત ટેલિફોનિક હતી જેમાં જયશંકર અને બ્લિંકને દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી હતી.આ મામલે  જયશંકરે ટ્વીટ કર્યું, “અમારી 2+2 મંત્રણા પહેલા વિદેશ મંત્રી બ્લિંકન સાથે વાત કરી. દ્વિપક્ષીય મુદ્દાઓ અને યુક્રેન સંબંધિત નવીનતમ વિકાસની ચર્ચા કરી.

ઉલ્લેખનીય છે કે  જયશંકર અને બ્લિંકન વચ્ચે એક સપ્તાહમાં આ બીજી ટેલિફોનિક વાતચીત છે. આ મંત્રણા એવા સમયે થઈ છે જ્યારે રશિયા પાસેથી મોટી માત્રામાં કન્સેશનલ ક્રૂડ ઓઈલ ખરીદવાના ભારતના સંકેતને લઈને પશ્ચિમી દેશોમાં બેચેની વધી ગઈ છે. ભારત-યુએસ ‘ટુ પ્લસ ટુ’ વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરની વાટાઘાટોનો આગામી તબક્કો 11 એપ્રિલે વોશિંગ્ટનમાં યોજાનાર છે. આ સંવાદમાં યુક્રેનનો મુદ્દો પ્રભુત્વ ધરાવે છે.જો કે હજુ સુધી વાતચીતને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા પોતાના સંબંધને વધુ મજબૂત બનાવાની દિશામાં કામ કરી કરહ્યું છે જે અતંર્ગત અનેક વખત બન્ને દેશોના વિદેશમંત્રીઓની ચર્ચાઓ થતી હોય છે,ત્યારે હાલ રશિયાને લઈને બન્ને વિદેશમંત્રીઓની ફોન પર થયેલી વાતચીત ખૂબ મહત્વ ધરાવે છે.

Exit mobile version