Site icon Revoi.in

પૂર્વ મંત્રી અને અભિનેતા ઉપ્પલપતિ કૃષ્ણમ રાજુનું નિધન,PMએ શોક વ્યક્ત કર્યો

Social Share

ચેન્નાઈ:પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ અભિનેતા ઉપ્પલપતિ કૃષ્ણમ રાજુનું રવિવારે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ છે. રાજુ ફિલ્મ ‘બાહુબલી’ના ફેમસ એક્ટર પ્રભાસના કાકા હતા.હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે,તે કોવિડ-19 પછીની સમસ્યાઓથી પીડિત હતા. તેમને 5 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉપ્પલપતિ કૃષ્ણમ રાજુ બે વખત લોકસભાના સભ્ય હતા અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.રિબેલ સ્ટાર તરીકે પ્રખ્યાત રાજુએ 180 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને તે પોતાના બળવાખોર પાત્રોથી ચર્ચામાં રહ્યા હતા. તેણે 1966માં તેલુગુ ફિલ્મ ચિલાકા ગોરિન્કાથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.તેમના અભિનય માટે તેમને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ તેલુગુ સિનેમેટિક વ્યક્તિત્વ યુવી કૃષ્ણમ રાજુ ગારુના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;

“યુવી કૃષ્ણમ રાજુ ગારુના નિધનથી દુઃખી છું.આવનારી પેઢીઓ તેમની સિનેમેટિક દીપ્તિ અને સર્જનાત્મકતાને યાદ કરશે. તેઓ સમુદાય સેવામાં પણ અગ્રેસર હતા અને રાજકીય નેતા તરીકેની છાપ ઊભી કરી હતી. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”