Site icon Revoi.in

કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને ટેન્શન વગર રમવા પીએમ મોદીનું સુચન

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓનું વિવિધ ગેમ્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદશનમાં સુધારો જોવા મળ્યો છે. દરમિયાન  ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આગામી 28મી જુલાઈથી કોમનવેલ્થ ગેમ્સ 2022નો પ્રારંભ થશે. જેમાં ભારતના 322 સભ્યોની ટીમ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરશે તેવી આશા દેશવાસીઓ રાખી રહ્યાં છે.  દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કોમનવેલ્થમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. તેમજ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને કોઈપણ પ્રકારના ટેન્શન વગર રમવા સૂચન કર્યું હતું.

વીડિયો કોન્ફરસિંગ દ્વારા ખેલાડીઓ સાથે વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, બર્મિંગહામ જઈને માત્ર રમવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને અન્ય કોઈ વાતની ચિંતા ન કરો. ‘હું એટલું જ કહીશ કે તમે પૂરા દિલથી રમો, સખત રમો, પૂરી તાકાતથી રમો અને કોઈપણ ટેન્શન વિના રમો’. આ ટૂર્નામેન્ટમાં જે 65થી વધુ એથ્લેટ પહેલીવાર ભાગ લઈ રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ પણ જબરદસ્ત દેખાવ કરશે. ‘આજનો સમય એક રીતે ભારતીય રમતના ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ સમયગાળો છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, ‘જે લોકો પહેલીવાર મોટા ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી રહ્યા છે તેમને હું કહીશ કે મેદાન બદલાઈ ગયું છે તમારો મૂડ નહીં. જીદ છે ત્રિરંગો લહેરાવતો જોવાનો, રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે તે સાંભળવાનો. એટલા માટે દબાણ ન લો, સારી અને મજબૂત રમતથી પ્રભાવ છોડો. અમારી કોમનવેલ્થ ટીમ ઘણી રીતે ખાસ છે. અમારી પાસે અનુભવ અને નવી ઉર્જાનો સારો સમન્વય છે. અમારી પાસે 14 વર્ષની અનાહત, 16 વર્ષની સંજના સુશીલ શેફાલી વર્મા જેવા યુવા ખેલાડીઓ છે જે દેશનું નામ રોશન કરશે.

વડા પ્રધાને સ્ટીપલચેઝ ખેલાડી અવિનાશ સાબલે, વેઇટલિફ્ટર અચિંત શિયુલે, બેડમિન્ટન ખેલાડી ટ્રિસા જોલી, હોકી ખેલાડી સલીમા ટેટે, પેરા એથ્લેટ શર્મિલા અને સાઇકલિસ્ટ ડેવિડ બેકહામ સાથે તેમના અનુભવો સાંભળવા વાત કરી હતી.