Site icon Revoi.in

પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનની મુલાકાત પાકિસ્તાન માટે કડક સંદેશ તો ચીન માટે પણ મોટી ચેતવણી સમાન

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે, જ્યા તેઓ ક્વાડ સભાનું સંબોધન અને વિવિધ દેશોના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે, આ સાથે જ વિતેલા દિવસે પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન સાથે પણ ખાસ મુલાકાત કરી હતી,બન્ને દેશો સામે કોરોના મહામારીનો પડકાર છે તો સાથે હવે તાલિબાન દ્વારા અફઘાનિલસ્તાન પર કરવામાં આવતો અત્યાચાર પણ એક મોટો પડકાર બનીને ઉભરતી સ્થિતિ જોવા મળે છે.ત્યારે આ બન્ને નેતાઓએ કરેલી બેઠકમાં આ તમામ મુદ્દાો પર ખાય ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

આ દ્વિપક્ષીય વાર્તામાં ઇન્ડો-પેસિફિકનો ઉલ્લેખ કરીને બાઇડેને ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો હોય તેમ જોવા મળે છે. સમુદ્ધમાં ચીનની દખલને લઈને બાઈડેને કડક સંદેશ આપ્યો હતો, આ સાથે જ અફઘાનિસ્તાનને લઈને અમેરિકાની જે સ્થિતિ સર્જાઈ હતી તેમાં તે પાકિસ્તાનને જવાબદાર ગણે છે ત્યારે પાકિસ્તાન દ્રારા ફએલાવાતો આતંકવાદ ભારત માટે પણ એક પડકાર જનક સાબિત થાય છે.આમ આ રીતે જોવા જઈએ તો ભારત અને અમેરિકા બન્ને દેશો માટે પાકિસ્તાન અને ચીન ખૂંચતો કાંટો છે એમ કહી શકાય, 

આ બન્ને નેતાઓની મુલાકાત દરમિયાન અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બન્ને  પક્ષો દ્વારા કહેવામાં આવ્યું છે કે તાલિબાન તેના વચનને વળગી રહેશે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે નહીં થાય. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તાલિબાન અફઘાનિસ્તાનમાં મહિલાઓ, બાળકો અને લઘુમતીઓના માનવાધિકારનું સમ્માન કરશે, માનવતાવાદી સહાયને પ્રોત્સાહન આપશે. બંને પક્ષો અફઘાનના આ મુદ્દાઓ  માટે રાજકીય મંત્રણા કરશે.

ઉલ્લેખનીય છે કે ભારતે આતંકવાદી સંગઠનો માટે પાકિસ્તાનના સહયોગી અને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.બંને દેશોએ એ વાત પર સહમતિ દર્શાવી છે કે  અફઘાનિસ્તાનની ધરતી પર આતંકવાદનો ઉપયોગ અન્ય કોઈ દેશ માટે ન થવો જોઈએ. આ સિવાય બંને દેશો એ પણ સહમત થયા છે કે પડોશી દેશોમાંથી અફઘાનિસ્તાનના આતંકવાદી સંગઠનોને મળતી આર્થિક સહાય પણ બંધ કરી દેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે તાલિબાનને પાકિસ્તાન સહાય પુરુ પાડતું હતું આ સાથએ જ ચીન પણ પાકિસ્તાન સાથે મળીને કાવતરાને અંજામ આપતું હતું ત્યારે હવે આ બન્ને દેશઓ માટે ભઆરત અને એમેરિકાના વધતા ગાઢ સબંધો ચેતવણી સમાન છે,બન્ને દેશઓ જો તાલિબાનને સહયોગ કરશે તો સાખી લેવામાં નહી આવે.