Site icon Revoi.in

પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર થઈ વાતચીત,યુક્રેન મુદ્દે ચર્ચા

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.બંને નેતાઓએ યુક્રેન મુદ્દે ચર્ચા કરી હતી.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં પુતિનને કહ્યું હતું કે,આ યુદ્ધનો સમય નથી.રશિયાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો અને તે હજુ પણ યથાવત છે.

રશિયા પર અમેરિકા અને યુરોપિયન દેશો સહિત ઘણા દેશોએ પ્રતિબંધ લગાવ્યો છે.પરંતુ ભારત અત્યાર સુધી તેનાથી દૂર રહ્યું છે.ભારતે યુક્રેન મુદ્દે વાતચીત અને રાજદ્વારી ઉકેલ માટે આગ્રહ કર્યો છે.વિદેશ મંત્રી એસ જયશંકર યુએન સહિત અનેક મંચો સાથે સતત વાતચીત દ્વારા આ મુદ્દાના ઉકેલની વાત કરી રહ્યા છે.

 

Exit mobile version