Site icon Revoi.in

સોનિયા ગાંઘી વિવાદીત ટિપ્પણી પર પીએમ મોદી માફી માંગ,કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ શિવ કુમારે કરી માંગ

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં કર્ણાટક વિધઆનસભાની ચૂંટણી નજીક આવી રહી છે આવી સ્થિતિમાં આજથી પીએમ મોદી 2 દિવસ રાજ્યની મુલાકાતે છે ત્યારે હવે કર્ણાટકના કોંગ્રેસ ંધ્ય.ક્ષ શિવકુમારે પીએમ મોદી માફી માંગે તેની માંગણી કરી છે.

મામંલો જાણે એમ છે કે કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે માંગ કરી છે કે સોનિયા ગાંધી વિરુદ્ધ ભાજપના નેતાની અપમાનજનક ટિપ્પણી માટે વડાપ્રધાન મોદીએ માફી માંગવી જોઈએ. આ સાથે તેમણે આ ટિપ્પણી કરનાર બીજેપી નેતાને બરતરફ કરવાની પણ માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે  બીજેપીના એક નેતા બીઆર પાટીલે એક જાહેર સભા દરમિયાન પોતાના સંબોધનમાં સોનિયા ગાંધીને ઝેરી મહિલા તરીકે સંબોધી  હતી. જેના પર ભારે વિવાદ સર્જાયો હતો. હવે ડીકે શિવકુમારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને અપીલ કરી અને કહ્યું કે ‘જો તમને મહિલાઓ અને માતૃત્વ પ્રત્યે સન્માન હોય તો તેઓને પાર્ટીમાંથી કાઢી નાખવા જોઈએ. મારી માંગ છે કે વડાપ્રધાન મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી પણ આ મામલે માફી માંગે.

સોનિયા ગાંઘી મહાન મહિલા છે – શિવ કુમાર

ડીકે શિવકુમારે કહ્યું કે ‘અબ્દુલ કલામે પણ સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવાની અપીલ કરી હતી. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખીને સરકાર બનાવવાનું આમંત્રણ પણ આપ્યું હતું પરંતુ તેમણે વડાપ્રધાન બનવાનો ઇનકાર કરી દીધો અને ઈમાનદાર અને સારા મનમોહન સિંહને 10 વર્ષ માટે વડાપ્રધાન બનાવ્યા હતા. તેઓ ભારતમાં જનમ્યા નથી પરંતુ તે હજુ પણ એક મહાન મહિલા છે.