Site icon Revoi.in

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીના ભાગરુપે પીએમ મોદી અમદાવાદની સાયન્સ સિટી પહોંચ્યા

Social Share

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે ત્યારે આજરોજ તેઓ અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટી પહોંચી ચૂક્યા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે સાઈન્સ સિટી ખાતેતેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.અહી તેઓ સભાને સંબોઘિત પણ કરશે.

પીએમ સાયન્સ સિટી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ 2003માં શરૂ થયો હતો. આ સાથે PM મોદી આજે લગભગ 1 વાગે છોટા ઉદેપુરના બોડેલીમાં 5200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

 ત્યારબાદ પીએમ મોદી બપોરે 3 વાગે વડોદરા પહોંચશે. જ્યાં તેઓ નર્મદા નદી પર બનેલા પુલ (ઓદ્રા ડભોઈ-સિનોર-માલસર-આસા રોડ) સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. બપોરે 3.30 કલાકે નારી વંદના કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ પોણા ચાર વાગ્યે પીએમ મોદી વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.