અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે ત્યારે આજરોજ તેઓ અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટી પહોંચી ચૂક્યા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે સાઈન્સ સિટી ખાતેતેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.અહી તેઓ સભાને સંબોઘિત પણ કરશે.
ત્યારબાદ પીએમ મોદી બપોરે 3 વાગે વડોદરા પહોંચશે. જ્યાં તેઓ નર્મદા નદી પર બનેલા પુલ (ઓદ્રા ડભોઈ-સિનોર-માલસર-આસા રોડ) સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. બપોરે 3.30 કલાકે નારી વંદના કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ પોણા ચાર વાગ્યે પીએમ મોદી વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

