HomeગુજરાતીગુજરાતATM કાર્ડ બદલીને છેતરપિંડી કરતી મેવાતી ગેન્ગના 3 સાગરિતો પકડાયા

ATM કાર્ડ બદલીને છેતરપિંડી કરતી મેવાતી ગેન્ગના 3 સાગરિતો પકડાયા

અમદાવાદ, 15 ઓગસ્ટ 2026 : Fraud involving ATM card swapping આજે પણ ઘણાબધા વડિલો અને મહિલાઓ એટીએમ કાર્ડથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. ત્યારે મદદરૂપ થવાના બહાને ઠગ ટોળકી અસલી એટીએમ કાર્ડ બદલીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હોય છે. શહેર પોલીસે હરિયાણાની કુખ્યાત ‘મેવાતી ગેંગ’ના ત્રણ સાગરિતોને પકડીને પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીની પૂછતાછમાં કુલ 9 જેટલા અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકોના 146 એટીએમ કાર્ડ તેમજ સ્વાઇપ મશીન સહિત કુલ ₹9.5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાગરિકનું એટીએમ કાર્ડ ચાલાકીથી બદલી તેમના બેંક ખાતામાંથી ₹1.68 લાખ ઉપાડી લેવાનો ગુનો નોંધાયો હતો. આ મામલે નારોલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી સરખેજ ફતેવાડી વિસ્તારમાં રહેતા વાજીદ વાહિદ શેખ (મૂળ યુપી) ની અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછમાં વાજીદે કબૂલાત કરી હતી કે, તે હરિયાણાના અલાવલપુરની મેવાતી ગેંગ સાથે સંકળાયેલો છે. ત્યારબાદ પોલીસે ગેંગના મુખ્ય બે ઓપરેટરોને પણ ઝડપી લીધા હતા.

પોલીસની તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે, આરોપી વાજીદ વાહિદ શેખ  સ્થાનિક રેકી કરીને  માહિતી અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડતો હતો. જ્યારે આરોપી યોગરાજ ઉર્ફે મહેશ કિશનલાલ જાટવ (રહે. હરિયાણા) એટીએમ કાર્ડ બદલવામાં નિષ્ણાત છે. તેમજ ત્રીજો આરોપી આસિફ સમુન મેવ (રહે. હરિયાણા) પીન કોડ ટ્રેસ કરી નાણાં ઉપાડવામાં નિષ્ણાંત છે. આરોપીઓ લોકોને વાતમાં ભોળવીને ATM કાર્ડ પડાવી લેતા હતા,  વાજીદ એવા એટીએમ સેન્ટર્સની રેકી કરતો જ્યાં વૃદ્ધો અને મહિલાઓની અવરજવર વધુ હોય. વૃદ્ધ કે અજાણ વ્યક્તિ એટીએમમાં પૈસા ઉપાડવા આવે ત્યારે મદદ કરવાના નામે એક સાગરીત અંદર ઘૂસી જતો હતો પૈસા કાઢતી વખતે બીજો સાગરીત પાછળ ઊભા રહીને પીન કોડ જોઈ લેતો અને ચાલાકીથી અસલ કાર્ડ બદલીને મળતું આવતું બીજું નકલી/બ્લોક કાર્ડ પકડાવી દેતો. કાર્ડ મેળવ્યા બાદ તુરંત જ POS મશીન અથવા અન્ય એટીએમમાંથી પૈસા ઉપાડી લેતા હતા. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, છેતરપિંડીથી મેળવેલા નાણાં તેઓ પોતાના મોજશોખ પૂરા કરવા તેમજ ઓનલાઇન ગેમિંગ અને જુગાર રમવા પાછળ ઉડાવતા હતા.

સંબંધિત લેખો

Most Popular