Homeગુજરાતીગુજરાતઅંબાજીમાં નવરાત્રી દરમિયાન આરતી અને દર્શનનો સમય, રવિવારે સવારે 9 વાગ્યે ઘટસ્થાપન,

અંબાજીમાં નવરાત્રી દરમિયાન આરતી અને દર્શનનો સમય, રવિવારે સવારે 9 વાગ્યે ઘટસ્થાપન,

અંબાજી, 8 ઓક્ટોબર, 2026 : Aarti and darshan timings during Navratri  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે. તા. 11મી ઓક્ટોબરને પ્રથમ નવરાત્રીના દિને સવારે 09.00થી 10.30 કલાક ઘટસ્થાપન થશે. અને ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓ ગરબે રમશે. નવરાત્રી મહોત્સવ દરમિયાન માં અંબાના દર્શન અને આરતીના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે આગામી 11 ઓક્ટોબરથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે. મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીની ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરમાં કોરિડોરની કામગીરી ચાલુ હોવા છતાં ચાચરચોકમાં પરંપરાગત રીતે ગરબાનું આયોજન કરવામાં આવશે. તહેવાર દરમિયાન દર્શનાર્થીઓ દિવસમાં ત્રણ વાર આરતીનો લાભ લઈ શકશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટી તંત્રે પાર્કિંગ અને વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાઓની વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.

નવરાત્રીના પ્રથમ દિવસે સવારે 9:00 થી 10:30 કલાક દરમિયાન શાસ્ત્રોક્ત વિધિથી ઘટસ્થાપન કરવામાં આવશે. દુર્ગાષ્ટમી અને આસો પૂનમના પવિત્ર દિવસે સવારે 6:00 કલાકે ખાસ આરતી યોજાશે. આઠમના દિવસે જવેરાનું ઉત્થાપન કરાશે અને ભક્તો દિવસમાં ત્રણ વાર આરતીના દર્શન કરી શકશે.

આ વખતે બે પૂનમનો સંયુક્ત બનતા દૂધપૌવા તારીખ 25 ઓક્ટોબરના રાત્રે 12 કલાકે ધરાવી કપૂર આરતી કરવામાં આવશે. અને વ્રતની પૂનમ 25 ઓક્ટોબરે મનાશે. નવરાત્રી દરમિયાન મંગલા, આરતી, સાયંકાળ આરતી સાથે જવારાની વિશેષ આરતી સાથે દિવસ દરમ્યાન ત્રણ સમય આરતીનો લાભ ભક્તોને મળશે. સવારે 7:30 થી 8:00 આરતી તથા 8:00 થી 11:30 અને 12:30 થી 4:15 સુધી દર્શન થઈ શકશે. સાંજે 6:30 થી 7:00 આરતી અને 7:00 થી 9:00 વાગ્યા સુધી દર્શન યોજાશે. દર્શન પૂર્ણ થયા બાદ ચાચરચોકમાં ખૈલેયાઓ માટે રાસ-ગરબાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular