રેસીપી, 08 ઓક્ટોબર 2026: સુરત ડાયમંડ અને ટેક્સટાઇલની સાથે સાથે તેની ચટાકેદાર અવનવી વાનગીઓ માટે પણ પ્રખ્યાત છે. સુરતી લોચો હોય કે સુરતી ખમણ દરેક વાનગીનો સ્વાદ અદભુત અને લાજવાબ હોય છે. ખાસ કરીને શિયાળામાં સુરતીની ગ્રીન વાનગીઓ ખાવાની મજા પડે છે, કારણ કે તેમા પુષકળ લીલું લસણ અને લીલા શાકભાજી હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે.
જો તમે સુરતની વાનગીઓ ખાવાના શોખીન છે અથવા સુરતી લોચો ખાઇને કંટાળી ગયા છો તો તમારે સુરતી ગ્રીન લચકો રેસીપી ટ્રાય કરવી જોઇએ. તે જોવામાં આકર્ષક અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. સુરતી ગ્રીન લચકો બનાવવા માટે મોટાભાગે લીલા શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, આથી તે શિયાળામાં ખાવાથી શરીરને હૂંફ મળે છે.
સુરતી ગ્રીન ગાર્લિક લચકો બનાવવા માટે સામગ્રી
ગ્રીન પેસ્ટ માટે સામગ્રી :
પાલકની પેસ્ટ – 1/2 કપ
લીલા મરચાં – 4 નંગ
લીલું લસણ – 2 કપ
લીલું કોથમીર – — 1/2 કપ
લીંબુનો રસ – 1 નાની ચમચી
તેલ – 2 મોટી ચમચી
હળદર – 1/2 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
લચકો માટે સામગ્રી
તેલ 1- 1 મોટી ચમચી
બટર – 2 મોટી ચમચી
લીલું લસણ (સમારેલું) – 1/2 કપ
લીલી ડુંગળી – 1/4 કપ
લીલું – 1/2 કપ
લીલા મરચા-લસણની પેસ્ટ – 2 મોટી ચમચી
આદુ (ઝીણું સમારેલું) – 1 નાની ચમચી
લીલા મરચાં (ઝીણા સમારેલા) – 1 નાની ચમચી
કાશ્મીરી લાલ મરચું પાઉડર – 1 નાની ચમચી
હળદર – 1/4 નાની ચમચી
ગરમ મસાલો – 1/2 નાની ચમચી
છીણેલું પનીર – 2 કપ
ચીઝ છીણેલું – 1 ગ્રામ
ફ્રેશ ક્રીમ – 2 મોટી ચમચી
પાણી – જરૂર મુજબ
સુરતી ગ્રીન લચકો બનાવવાની રીત
એક મિક્સર જારમાં પાલક, લીલા મરચાં, લસણ, કોથમીર, લીંબુનો રસ, તેલ, મીઠું અને હળદર નાંખો. પછી એકદમ સ્મૂધ અને ઘટ્ટ ગ્રીન પેસ્ટ તૈયાર કરી લો.
એક કઢાઈમાં તેલ અને બટર બંને ગરમ કરો. તેમાં ઝીણું સમારેલું આદુ, લીલા મરચાં અને લીલા મરચા લસણની પેસ્ટ સાંતળો.
હવે તેમા સમારેલું લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરીને થોડીક સાંતળો લો. એક વાતનું ધ્યાન રાખો કે લીલું લસણ વધારે રંધાઇ ન થાય. લીલા લસણનો સ્વાદ અને તાજગી જળવાઇ રહેવી જોઇએ.
હવે તેમા લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો અને પાલક વાળી ગ્રીન પેસ્ટ ઉમેરો. તેમા થોડું પાણી ઉમેરીને મસાલાને બરાબર મિક્સ કરો અને પકવવા દો.
આ મસાલો બરાબર રંધાઇ પછી તેમા છીણેલું પનીર અને ચીઝ ઉમેરો. પનીર અને ચીઝને વધારે પકવવા નહીં, તેની છીણને નરમ રહેવા દો.
ગેસની આંચ ધીમી કરીને છેલ્લે તેમા ફ્રેશ મિલ્ક ક્રીમ અને બાકીની કોથમીર ઉમેરો અને બધી સામગ્રી બરાબર મિક્સ કરો જેથી લચકો એકદમ ક્રીમી બને. ગરમાગરમ લચકાને ગરમ પાવ, રોટલી સાથે સર્વ કરો.


