Homeગુજરાતીગુજરાત'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' ના તફાવત અંગે લોકોમાં જાગૃતિ માટે અભિયાન

‘આઈસ્ક્રીમ’ અને ‘ફ્રોઝન ડેઝર્ટ’ ના તફાવત અંગે લોકોમાં જાગૃતિ માટે અભિયાન

ગાંધીનગર, 18 નવેમ્બર, 2026 : Awareness campaign on the difference between ‘Ice Cream’ and ‘Frozen Dessert’ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતા હેઠળ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોમાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યભરમાં વેચાતા ‘આઈસ્ક્રીમ’ અને ‘ફ્રોઝન ડેઝર્ટ’ વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોમાં વ્યાપક જનજાગૃતિ લાવવા માટે  રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય અને તેમને શુદ્ધ અને સ્વાસ્થયપ્રદ ખાદ્યવસ્તુઓ મળી રહે તે ઉદ્દેશ સાથે  આરોગ્યમંત્રીશ્રી દ્વારા અભિયાનને સઘન બનાવવા સૂચનો આપવામાં આવ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બન્ને પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે. જે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ ૨૦૦૬ હેઠળની માન્ય ખાદ્યચીજ છે.  જે દેખાવ, ઠંડક અને સ્વાદમાં સમાન હોવાથી મોટાભાગના ગ્રાહકો બંનેને ‘આઈસ્ક્રીમ’ માનીને જ ખાય છે. પરંતુ બંનેની બનાવટમાં  તફાવત છે. આઇસ્ક્રીમ મિલ્ક ફેટમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ‘ફ્રોઝન ડેઝર્ટ’ માં વેજિટેબલ ફેટનો ઉપયોગ થાય છે. આરોગ્ય વિભાગના અંદાજ મુજબ, મોટા ભાગના નાગરિકો આ તફાવતથી અજાણ છે અને અજાણતા જ ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ સમજીને આરોગી રહ્યા છે.

આરોગ્ય મંત્રીએ ગ્રાહકોને  અપીલ કરી હતી કે, ખાદ્યચીજ-વસ્તુઓની ખરીદી કરતા પહેલા પેકેટ પરનું લેબલ ચકાસી તેનું નામ, તેમાં રહેલા ઘટકોની યાદી તેમજ પોષકતત્વોની માહિતીની અવશ્ય તપાસ કરે. ઉત્પાદન ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરતું હોય તે આવશ્યક છે.આઇસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટને ખરીદતા પહેલા તેની બનાવટમાં રહેલા ઘટકતત્વોને ખાસ ચકાસણી કરવી જોઇએ.

વધુમાં મંત્રીએ રાજ્યના આઈસ્ક્રીમ વિક્રેતાઓને અપીલ કરી હતી કે, છૂટક આઇસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતી વખતે ગ્રાહકોને ઉત્પાદનની બનાવટ વિશે સ્પષ્ટ જણાવે. યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અથવા માર્કિંગ કરે જેથી ગ્રાહકોમાં ગેરસમજ ન થાય. છેલ્લા એક વર્ષમાં મીડિયાના સહયોગથી એનાલોગ પનીર, ચીઝ અને બટર અંગે લોકોમાં જાગૃતિ આવી છે, તે જ રીતે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના તફાવત અંગે પણ જનજાગૃતિ આવશ્યક છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img