Site icon Revoi.in

પીએમ મોદીએ ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હી : વર્ષ 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને એનાયત કરવામાં આવી રહ્યો છે. આ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને અહિંસા અને અન્ય ગાંધીવાદી આદર્શો દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પરિવર્તન લાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે. એવોર્ડની જાહેરાત બાદ પીએમ નરેન્દ્ર મોદી ગીતા પ્રેસ ગોરખપુરને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નિર્ણાયક મંડળએ 18 જૂન 2023 ના રોજ ચર્ચા-વિચારણા કર્યા પછી સર્વસંમતિથી વર્ષ 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર માટે ગીતા પ્રેસ, ગોરખપુરને પસંદ કર્યું. આ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને અહિંસા અને અન્ય ગાંધીવાદી આદર્શો દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પરિવર્તન લાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે. 2019 માં, ઓમાનના સુલતાન કબૂસ બિન સૈદ અલ સૈદ અને બાંગ્લાદેશના બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને 2020 માં ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીતા પ્રેસ, ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;“હું ગીતા પ્રેસ, ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત કરવા બદલ અભિનંદન આપું છું. તેઓએ લોકોમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનને આગળ વધારવા માટે છેલ્લા 100 વર્ષોમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે.

વર્ષ 1923માં સ્થાપિત ગીતા પ્રેસ વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંનું એક છે. તેણે 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં 16.21 કરોડ શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકોનો સમાવેશ થાય છે. આ સંસ્થાએ ક્યારેય પૈસા માટે તેના પ્રકાશનોની જાહેરાતો લીધી નથી. આ પ્રકાશનના 100 વર્ષ પૂર્ણ થયા છે

 

Exit mobile version