અદાણી અને ગીતાપ્રેસ મહાકુંભમાં ‘સનાતન સાહિત્ય સેવા’ કરશે
અદાણી ગ્રુપ અને ગીતા પ્રેસે મહાકુંભ દરમિયાન ‘આરતી સંગ્રહ’ ની એક કરોડ નકલોનું શ્રદ્ધાળુઓને મફત વિતરણ માટે સહયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે ૧૦ જાન્યુઆરીના રોજ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસારને સમર્પિત ગીતાપ્રેસના અધિકારીઓએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મુલાકાત લીધી હતી. આ બેઠક અદાણી ગ્રુપના અમદાવાદ કાર્યાલય ખાતે યોજાઈ હતી. અદાણી ગ્રુપે ભારતીય […]