Site icon Revoi.in

પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઈડેન સાથે ડિનર કર્યું,આ વસ્તુઓ આપી ભેટમાં

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. પીએમ બુધવારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા હતા. આ દરમિયાન અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન પણ હાજર હતી. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી. રાત્રિભોજનમાં બાજરી અને રાષ્ટ્રપતિ બાઈડેનની મનપસંદ વાનગીઓ પણ સામેલ હતી.

વ્હાઇટ હાઉસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાનગી રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. રાત્રિભોજનમાં રાષ્ટ્રપતિની મનપસંદ વાનગીઓ, આઈસ્ક્રીમ અને પાસ્તા પણ સામેલ હતા. આ દરમિયાન અમેરિકન સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ હતા.

રાષ્ટ્રપતિ જો બાઈડેન, જીલ બાઈડેન અને પીએમ મોદી ભારતના વિવિધ પ્રદેશોને સમર્પિત સંગીતનો આનંદ પણ માણ્યો. DMV આધારિત જૂથ ધૂમ સ્ટુડિયોના કલાકારો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ જૂથ નવી પેઢીને ભારતીય નૃત્યની જીવંત સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરે છે.

યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઈડેન ગેસ્ટ શેફ નીના કુર્ટિસ સાથે ડિનરની તૈયારીમાં મદદ કરી. વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમર ફોર્ડ અને વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ પેસ્ટ્રી શેફ સુસી મોરિસને વડાપ્રધાન માટે ડિનર મેનૂ તૈયાર કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસ ખાતે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેન સાથે ખાસ ભેટોની આપ-લે કરી હતી.

રાષ્ટ્રપતિ જો બાઈડેન અને જીલ બાઈડેન સત્તાવાર રાજકીય યાત્રા પર આવેલા પીએમ મોદીને 20મી સદીની શરૂઆતથી એક હસ્તનિર્મિત  અમેરિકન બુક ગેલી,વિન્ટેજ કેમેરા ભેટમાં આપ્યા. આ સાથે જ્યોર્જ ઈસ્ટમેનના પ્રથમ કોડક કેમેરા માટે પેટેન્ટની આર્કાઈવલ પ્રિન્ટ અને અમેરિકન વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પરનું હાર્ડકવર પુસ્તક પણ આપ્યું. આ સિવાય ફર્સ્ટ લેડી જીલ બાઈડેન પીએમ મોદીને રોબર્ટ ફ્રોસ્ટની કલેક્ટેડ પોયમ્સની પ્રથમ આવૃત્તિ ભેટ કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી ડૉ. જીલ બાઈડેનને 7.5 કેરેટ લેબમાં ઉગાડવામાં આવેલ ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો.

પીએમ મોદીએ ટ્વિટ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનનો આભાર માન્યો છે. વ્હાઇટ હાઉસમાં મારી મેજબાની કરવા બદલ આભાર. તેમણે એમ પણ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ઘણા વિષયો પર સારી ચર્ચાઓ થઈ છે.