Site icon Revoi.in

પીએમ મોદીએ બેંગલુરુમાં કેમ્બ્રિજ લેઆઉટ ખાતેની ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસની પ્રશંસા કરી

Social Share

દિલ્હી: ભારતની ટેક કેપિટલ બેંગલુરુમાં કન્સ્ટ્રક્શન જાયન્ટ લાર્સન એન્ડ ટુબ્રોએ તાજેતરમાં 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજી સાથે બનેલી પ્રથમ પોસ્ટ ઓફિસનું નિર્માણ કર્યું છે. બાયોકોનના ચેરમેન કિરણ મઝુમદાર શૉએ આ પોસ્ટ ઓફિસની પ્રશંસા કરી છે. બેંગ્લોરમાં કેમ્બ્રિજ લેઆઉટ ખાતે 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ 23 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. પરંપરાગત ઇમારતની સરખામણીમાં આ રકમ 40 ટકા જેટલી ઓછી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ્બ્રિજ લેઆઉટ, બેંગલુરુ ખાતે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસને આપણા રાષ્ટ્રની નવીનતા અને પ્રગતિનું પ્રમાણપત્ર ગણાવ્યું છે.

વડાપ્રધાને X પર પોસ્ટ કર્યું.”દરેક ભારતીયને કેમ્બ્રિજ લેઆઉટ, બેંગલુરુ ખાતે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ જોઈને ગર્વ થશે. આપણા રાષ્ટ્રની નવીનતા અને પ્રગતિનું પ્રમાણપત્ર, તે આત્મનિર્ભર ભારતની ભાવનાને પણ મૂર્તિમંત કરે છે. પોસ્ટ ઓફિસની પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરનારાઓને અભિનંદન.”

રસપ્રદ તથ્ય એ છે કે લાર્સન એન્ડ ટુબ્રોએ તેને 45 દિવસથી ઓછા સમયમાં પૂર્ણ કર્યું છે. લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા બેંગલુરુમાં હલાસુરુ પોસ્ટ ઓફિસ 1100 ચોરસ ફૂટમાં બનાવવામાં આવી છે. આ પોસ્ટ ઓફિસનું બાંધકામ સામાન્ય રીતે કરવામાં આવ્યું છે, જેના કારણે બિલ્ડિંગ મટિરિયલ્સ એન્ડ ટેક્નોલોજી પ્રમોશન કાઉન્સિલે પણ માન્યતા આપી છે.

IIT-મદ્રાસે 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ માટે પોસ્ટ ઓફિસની સ્ટ્રક્ચર ડિઝાઇન ને મંજૂરી આપી દીધી છે. 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરાયેલી આ પોસ્ટ ઓફિસ માનવ પ્રયાસો કરતાં ઘણો ઓછો સમય લે છે.