Site icon Revoi.in

PM મોદીએ રાજકોટના હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન – જાણો તેમના સંબોધનની વાતોના કેટલાક અંશો

Social Share

રાજકોટઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે ગુજરાતની બે દિવસીય  મુલાકાતે  આવ્યા છે. તેઓ એ અહી રાજકોટ  શહેર નજીક આવેલા હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે.

માહિતી અનુસાર ઉદ્ધાટનના આ ખાસ આ પ્રસંગે પીએમ મોદી  સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા પછી, પીએમ મોદીએ પરિસરની આસપાસ ફર્યા અને અધિકારીઓ પાસેથી સુવિધાના તકનીકી પાસાઓ વિશે શીખ્યા.

આ સહીત પીએમ મોદીએ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્થળ પરથી પીએમ મોદીએ સૌરાષ્ટ્ર નર્મદા અવતાર સિંચાઈ  યોજનાના આઠ અને નવ પેકેજ રાજ્યને સમર્પિત પણ કર્યા હતા, તેમજ 394 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સૌની પાણી યોજનાથી સૌરાષ્ટ્રમાં 52 હજાર 300 એકર વિસ્તારમાં સિંચઇ માટે પાણી તથા આશરે એક લાખ લોકોને નર્મદાના નીર મળશે. આ પ્રસંગે જાહેરસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આજનો દિવસ રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ખાસ દિવસ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકોટ શહેર પાસે શરુ થનારું આ એરપોર્ટ આ રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે અને તેનું નિર્માણ 1 હજાર 405 કરોડ રુપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે, આ એરપોર્ટ રાજકોટથી અંદાજે 30 કિલો મીટરના અતંરે  હિરાસર ગામમાં નિર્માણ પામ્યું છે.

આ એરપોર્ટ પાસે 3,040 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે છે જ્યાં 14 એરક્રાફ્ટ કોઈપણ સમયે પાર્ક કરી શકાય તેવી ક્ષમતા જોવા મળે છે, આ સહીત આ અગાઉ ઓક્ટોબર 2017માં પીએમ મોદીએ રાજકોટ શહેર નજીક હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભૂમિપૂજન કર્યું હતું ત્યારે આજરોજ પીએમ મોદીના હસ્તે જ આ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે.