રાજકોટઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેઓ એ અહી રાજકોટ શહેર નજીક આવેલા હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે.
માહિતી અનુસાર ઉદ્ધાટનના આ ખાસ આ પ્રસંગે પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા પછી, પીએમ મોદીએ પરિસરની આસપાસ ફર્યા અને અધિકારીઓ પાસેથી સુવિધાના તકનીકી પાસાઓ વિશે શીખ્યા.
આ સહીત પીએમ મોદીએ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્થળ પરથી પીએમ મોદીએ સૌરાષ્ટ્ર નર્મદા અવતાર સિંચાઈ યોજનાના આઠ અને નવ પેકેજ રાજ્યને સમર્પિત પણ કર્યા હતા, તેમજ 394 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સૌની પાણી યોજનાથી સૌરાષ્ટ્રમાં 52 હજાર 300 એકર વિસ્તારમાં સિંચઇ માટે પાણી તથા આશરે એક લાખ લોકોને નર્મદાના નીર મળશે. આ પ્રસંગે જાહેરસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આજનો દિવસ રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ખાસ દિવસ છે.
પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ પોતાના સંબોઘનમાં રાજકોટ શહેર પર જે આપત્તિ આવી હતી અને તેનાથી જે નુકશાન થયું હતું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે હું એવા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું જેમને કુદરતી આફતોને કારણે ઘણું નુકસાન થયું છે. ભૂપેન્દ્ર સરકાર શક્ય તેટલી વહેલી તકે તમામ પરિવારોનું જીવન સામાન્ય બનાવવા માટે કામ કરી રહી છે, અમારી સરકાર આ બાબતે શક્ય તમામ મદદની ખાતરી આપે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકોટ શહેર પાસે શરુ થનારું આ એરપોર્ટ આ રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે અને તેનું નિર્માણ 1 હજાર 405 કરોડ રુપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે, આ એરપોર્ટ રાજકોટથી અંદાજે 30 કિલો મીટરના અતંરે હિરાસર ગામમાં નિર્માણ પામ્યું છે.

આ એરપોર્ટ પાસે 3,040 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે છે જ્યાં 14 એરક્રાફ્ટ કોઈપણ સમયે પાર્ક કરી શકાય તેવી ક્ષમતા જોવા મળે છે, આ સહીત આ અગાઉ ઓક્ટોબર 2017માં પીએમ મોદીએ રાજકોટ શહેર નજીક હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભૂમિપૂજન કર્યું હતું ત્યારે આજરોજ પીએમ મોદીના હસ્તે જ આ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ પોતાના સંબોઘનમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી પદે હતા તેને પણ યાદ કર્યું બહતું અને કહ્યું કે તે સમયે હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં કહ્યું હતું કે ગુજરાત મિની જાપાન બની રહ્યું છે, ત્યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી, પરંતુ આજે તમે તે શબ્દોને સાચા સાબિત કરી બતાવ્યા છે.તેમણે કોરોના કાળને પણ યાદ કર્યો અને જે રીતે આપણે સૌવ કોઈ કોરોનામાંથી બહાર આવ્યા તેની પણ વાત કરી હતી અને કહ્યું કેઅમારી સરકારે કે જેણે કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ છતાં મોંઘવારી કાબૂમાં રાખી છે. આજે, આપણા પાડોશી દેશોમાં મોંઘવારી 25-30 ટકાના દરે વધી રહી છે જો કે આપણા દેશમાં સહેજેય આવું જોવા મળતું નથી.
આ ઉપરાંત પીએમ મોદીએ રાજકોટ ખાતે મહાનગરપાલીકાના 234 કરોડ રૂપિયાન વિકાસકામોનું લોકાર્પણ કર્યું છે. જેમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, અદ્યતન લાયબ્રેરી, નવું આરોગ્ય કેન્દ્ર, KKV ફલાયઓવર બ્રીજમાં લોકાર્પણનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે 28 જુલાઈને આવતીકાલે પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમીકોન ઇન્ડિયા 2023 પરિષદનો શુભારંભ કરાવવા જઈ રહ્યા છે.